ખેડાના ઉત્તરસંડામાં “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો - Visiting Faculty of Finance Law College
ખેડાઃ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના માર્ગદર્શન અનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડિયાદ દ્વારા “એન્ટી કરપ્શન ડે” નિમિતે યુવાનો-વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જાગૃત બની સમાજને અને સરકારી સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની ફરજ અદા કરીને પોતાની સામાજિક અને બંધારણીય જવાબદારી નિભાવે તે વિષે વિસ્તૃત માહિતી અને સમજ આપવાના હેતુથી ઉત્તરસંડા ITI ખાતે “કાનૂની શિક્ષણ કાર્યક્રમ” યોજાયો હતો.
ખેડાના ઉત્તરસંડામાં “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર નાબુદી માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર એલ. ત્રિવેદીએ યુવા વિદ્યાર્થીઓને સમાજમાં કોઈ પણ જગ્યાએ થતો ભ્રષ્ટાચાર આપણા સૌના માટે હાનિકારક છે. જેને રોકવા તથા નાબુદ કરવા માટે સૌ પહેલાં કાયદાનાં શાસન માટે અમલમાં મુકવામાં આવેલા નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવાનું જણાવી તો આપણે સમાજને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની આપની નૈતિક જવાબદારી ઉપાડીને આપણી બંધારણીય ફરજોને નિભાવી શકીશું.