- નડીયાદ અને આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
- આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહિ
- સ્ટોર કરવામાં આવેલો લાખોનો કરિયાણાનો માલસામાન બળીને ખાક
ખેડાઃ નડિયાદ નજીક નેશનલ હાઈવે 8 પર ગુતાલ ચોકડી પાસે આવેલા કિસાન કોલ્ડ સ્ટોરેજમાં શુક્રવારે બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જે આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ લીધુ હતું. આગ લાગવાની ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી.
નડિયાદના કોલ્ડ સ્ટોરેજમાં લાગી ભીષણ આગ આ પણ વાંચોઃડીસાના રાજકમલ કોલ્ડ સ્ટોરેજમાં લાગી આગ, કોરોડો રૂપિયાનું નુકશાન
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
આગની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા નડિયાદ અને આણંદથી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
નડિયાદના કોલ્ડ સ્ટોરેજમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહી આ પણ વાંચોઃરાજકોટ સિવિલ હોસ્પિટલના 5માં માળે લાગી આગ, કોઈ જાનહાનિ નહિ
સ્ટોર કરવામાં આવેલ લાખોનો કરિયાણાનો માલસામાન બળીને ખાક
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. કોલ્ડ સ્ટોરેજમાં કરિયાણાનો માલ સામાન સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. હળદર, મરચું, ગોળ, આમલી જેવો સામાન મોટા જથ્થામાં કોલ્ડ સ્ટોરેજમાં હતો. જે આગમાં બળીને ખાક થઈ જતા લાખોનું નુક્સાન થયું હતું.