- નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
- નડિયાદ,આણંદ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
- આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહી
નડિયાદ:મિલ રોડ પર આવેલા એક બારદાનના ગોડાઉનમાં મધરાતે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જે આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની દુકાનો અને રેસીડેન્સિયલ ફ્લેટ પર આગની જ્વાળાઓ પહોંચી હતી. આગ લાગવાની ઘટનાને પગલે દોડધામ મચી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
આ પણ વાંચો:સાવલી તાલુકાના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં રીએક્ટર ફાટતાં ભીષણ આગ
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા નડિયાદ,આણંદ અને વિદ્યાનગરથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી.7 જેટલા ફાયર ટેન્ડર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવાતા હાશકારો અનુભવાયો હતો. ગોડાઉનમાં રહેલા લાખો બારદાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા જેથી લાખોનું નુકસાન થયું હતું. જોકે, મોટી જાનહાનિ થતા ટળી હતી.
નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ આ પણ વાંચો:દમણમાં તાડપત્રી બનાવતી કંપનીમાં ભીષણ આગ