ખેડાઃ જિલ્લાના ડાકોર નજીક આવેલા વણોતી ગામની સીમમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મકાનમાં રહેલા ઘર-વખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.
ખેડામાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ઘર વખરી બળીને ખાક - Fire brigade
ડાકોર નજીક આવેલા વણોતી ગામની સીમમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મકાનમાં રહેલી તમામ ઘર-વખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
![ખેડામાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ઘર વખરી બળીને ખાક ખેડામાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, તમામ ઘર વખરી બળીને ખાક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7911394-thumbnail-3x2-laksf.jpg)
ડાકોર પાસેના વણોતી ગામની સીમ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. અચાનક મકાનમાં આગ લાગતા ગ્રામજનોએ એકત્રિત થઈ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ ઘટના અંગે ડાકોર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનીં સમાચાર નથી. આગ લાગવા પાછળનુે કારણ ચોક્કસ જાણી શકાયું નથી. આગની ઘટનામાં મકાનમાં રહેલી ઘર-વખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.