- વીજલાઈનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં આગ લાગી
- તણખા નીચે પડતા ઘઉંના પાકમાં આગ લાગી હતી
- ખેડૂતોએ ટ્રેક્ટરથી ખેતર ખેડી આગ ફેલાતી રોકી
ખેડાઃ જિલ્લાના ઠાસરા તાલુકાના હરિપુરા ગામે ખેતર પરથી પસાર થઈ રહેલી વીજલાઈનમાં પવનને કારણે શોર્ટ સર્કિટ થતા તણખા નીચે પડતા ખેતરમાં તૈયાર ઘઉંના પાકમાં આગ લાગી હતી. આ આગ થોડા સમયમાં જ ઝડપથી ફેલાવા લાગી હતી.
ફાયરને વારંવાર કોલ કરવા છતાં કોલ રિસિવ ન કર્યો
ખેતરમાં આગ લાગતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આ અંગે ફાયરને વારંવાર કોલ કરવા છતાં કોલ રિસિવ કરાયો ન હોતો. જેથી આખરે ભારે જહેમત બાદ ખેડૂતોએ ટ્રેક્ટર વડે ખેતર ખેડી આગને ફેલાતી અટકાવી હતી.