ખેડાઃ જિલ્લાના નડિયાદ તાલુકાના સલુણ પાસે આવેલા અનુપમ ઇન્ડસ્ટ્રીમાં મંગળવારે રાત્રે ભિષણ આગ લાગી હતી. એક કલાક સુધી ચાલેલી આગ પર ભારે જહેમત બાદ નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા કાબૂ મેળવાયો હતો.
નડીયાદ નજીક કંપનીમાં આગ, કોઈ જાનહાનિ નહીં - Nadiad Fire Brigade
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સલુણ પાસે આવેલા અનુપમ ઇન્ડસ્ટ્રીમાં મંગળવારે રાત્રે ભિષણ આગ લાગી હતી. એક કલાક સુધી ચાલેલી આગ પર ભારે જહેમત બાદ નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા કાબૂ મેળવાયો હતો. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.
ખેડાના નડિયાદ નજીક કંપનીમાં આગ લાગી
નડિયાદ ડાકોર હાઈવે પર સલુણ નજીક આવેલા અનુપમ ઈન્ડસ્ટ્રીમાં અચાનક ધડાકાભેર આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. જે અંગે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અંદાજિત એક કલાક સુધી ચાલેલી આગ પર ફાયરબ્રિગેડે બે વોટર બ્રાઉઝરની મદદથી પાણીનો છંટકાવ કરી કાબૂ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, જેને પગલે વિજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવી દેવાયો હતો. જો કે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.