ગુજરાત

gujarat

ETV Bharat / state

Death Laborer in Kheda : ખેડાની ખાનગી કંપનીમાં કામ કરતા મજૂરનું મૃત્યુ થતાં મચી ચકચાર - Accident in Kheda

ખેડાના કાજીપુરામાં એક કંપનીમાં કામ કરતા ત્રણ મજૂરો ચાલુ કામ બેભાન થતાં અફરાતફરી મચી હતી. આ અકસ્માત સર્જાતા તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક મજુરનુ મૃત્યુ (Death Laborer in Kheda) થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Death Laborer in Kheda : ખેડાની ખાનગી કંપનીમાં કામ કરતા મજુરનુ મૃત્યુ થતાં મચી ચકચાર
Death Laborer in Kheda : ખેડાની ખાનગી કંપનીમાં કામ કરતા મજુરનુ મૃત્યુ થતાં મચી ચકચાર

By

Published : Jun 8, 2022, 2:55 PM IST

ખેડા : ખેડાના કાજીપુરામાં એક કંપનીમાં કામ કરતા એક મજુરનું મૃત્યુ (Death Laborer in Kheda) થતા ચકચાર મચી છેે. કંપનીના ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ત્રણ યુવાન ઉતર્યા હતા. તે સમયે અચાનક આ વર્કર બેભાન થઈ ગયા હતા. આસપાસના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડી આવી હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મૃત્યુ (Death Laborer in Kazipur) થતાં શોકનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો :ડાંગના મજુર વર્ગની સારસંભાળ રાખવા તંત્ર સાબદું : કલેક્ટર

શું હતો બનાવ - મંગળવારના રોજ ખેડા તાલુકાના કાજીપુરા પાસે આવેલા અલ્કા બેરલ કેમિકલ પ્રા લિ. નામની કંપનીમાં કામ કરતા 6 જેટલા વર્કરો વેસ્ટેજ સ્લજ કાઢવા ટેન્કમાં ગયા હતા. જે પૈકી અમુક મજુરો ફસાઈ ગયા હતા. તેને લઈને લોકોમાં ભય ફેલાયો હતો. તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી ફાયર (Kheda Company Death Laborer) બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :ગાંધીનગર જિલ્લા પંચાયતનું 503.81 કરોડની પુરાતવાળું 944.18 કરોડનું બજેટ મંજુર

3 મજુરોને બેભાન -વેસ્ટેજ સ્લજ કાઢવા ટેન્કમાં ઉતરેલા 6 વર્કરો માંથી 3 વર્કરો બેભાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની મદદથી તમામ વર્કરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખેડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં (Accident in Kheda) સુરેશ બારીયા, ધનજી વાસણા અને મકસુદ માતર ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details