ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં કાર ડિવાઈડર સાથે અથડાતા કાર ચાલકનું ઘટનાસ્થળે મોત - ખેડા ન્યૂઝ

ખેડાના મહુધાના ભુમસ પાસે પસાર થઈ રહેલી કાર એકાએક ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈ ગંભીર ઈજાઓ પહોંચતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત ઘટનાને લઈ મહુધા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ds
ds

By

Published : Jan 4, 2021, 9:47 AM IST

  • કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત
  • કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • ગંભીર ઈજાઓ પહોંચતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત

ખેડાઃ મહેમદાવાદ મહુધા રોડ પર રવિવારે સાંજના સમયે એક ફ્રન્ટી કાર મહુધાથી વાઠવાળી તરફ જઈ રહી હતી.જે દરમ્યાન કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર અથડાતા કારના ચાલકનું ગભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ મૃતક કાર ચાલક 32 વર્ષિય નરસિંહભાઈ તળપદા વાઠવાળી ગામનો હતો.જે કાર લઈ વાઠવાળી ગામ પરત જઈ રહ્યો હતો. જે દરમ્યાન કાર ડિવાઈડર સાથે અથડાતા જ પલટી ગઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યુ હતું. ઘટનાને લઈ મહુધા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details