ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી - Murder

મહુધા તાલુકાના ફિણાવ માઇનોર કેનાલમાંથી 45 વર્ષીય અજાણ્યા પુરૂષનો માથામાંથી લોહી ટપકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહના માથામાં ઈજાનું નિશાન મળી આવ્યું હતું. જેને લઈ મહુધા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડામાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કે અકસ્માત તેની પોલીસે હાથ ધરી તપાસ
ખેડામાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કે અકસ્માત તેની પોલીસે હાથ ધરી તપાસ

By

Published : Jan 20, 2021, 4:34 PM IST

  • કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો
  • મહુધા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ
  • હત્યા કે અકસ્માત તે રિપોર્ટ બાદ કહી શકાય : મહુધા પીઆઈ

ખેડાઃ મહુધા તાલુકાના ફિણાવ ગામથી પસાર થતી માઇનોર કેનાલમાં સવારના સમયે પુરૂષનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેને લઈ ગામમાં ચકચાર મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા કેનાલ પર ઉમટી પડ્યા હતાં. સ્થાનિકો દ્વારા મહુધા પોલીસને જાણ કરવામાં આવતા મહુધા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં પોલીસે ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

માથામાં ઈજાનું નિશાન મળી આવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં ગ્રામજનોની પૂછપરછ કરતા ઓળખ થઈ શકી નહોતી. અજાણ્યો પુરૂષ 45 વર્ષની ઉંમરનો હોવાનું જણાયું હતું. મૃતદેહના માથાના ભાગે ગંભીર ઇજાઓ હોય તેવા નિશાન મળી આવ્યાં હતાંં.જ્યાંથી લોહી નીકળતું જણાયું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હત્યા કે અકસ્માત તે રિપોર્ટ બાદ કહી શકાય :મહુધા પીઆઈ

આ અંગે મહુધા પીઆઈ વી.કે.ખાંટ દ્વારા જણાવાયું હતું કે પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ બાદ જ ઈજા પહોંચવા અંગે જાણી શકાય.જે બાદ જ હત્યા કે અકસ્માત છે તે કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details