ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષના બાળકનું મોત, લોકોએ MGVCLની કામગીરી પર ઉઠાવ્યા પ્રશ્નો - વીજ થાંભલા

ખેડા જિલ્લાના નડીયાદમાં વીજ કરંટ લાગતા 15 વર્ષીય બાળકનું મોત થયું હતું. વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર વીજ કરંટ લાગતા આ બાળકનું મોત થયું હતું. લોકોના મતે, આ બાળક MGVCLની બેજવાબદાર કામગીરીનો ભોગ બન્યો હતો.

નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષના બાળકનું મોત, લોકોએ MGVCLની કામગીરી પર ઉઠાવ્યા પ્રશ્નો
નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષના બાળકનું મોત, લોકોએ MGVCLની કામગીરી પર ઉઠાવ્યા પ્રશ્નો

By

Published : Jun 7, 2021, 4:06 PM IST

  • નડીયાદમાં વીજ કરંટ લાગતા બાળકનું મોત
  • MGVCLની બેજવાબદાર કામગીરીનો ભોગ બાળક બન્યોઃ સ્થાનિકો
  • બાળકનું મોત થતા નડીયાદના લોકોમાં રોષ
  • ખૂલ્લા વીજ વાયરો અંગે સ્થાનિકો દ્વારા કરાઈ હતી ફરિયાદ

નડીયાદઃ શહેરના વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર વીજ કરંટ લાગતા 15 વર્ષીય બાળકનું મોત થયું હતું, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, લોકોએ આ વીજ કરંટ માટે MGVCLની કામગીરીને બેદરકારીપૂર્ણ બતાવી હતી. વીજ થાંભલાને અડતા જ બાળકને કરંટ લાગ્યો અને તેનું મોત થયું હતું.

બાળકનું મોત થતા નડીયાદના લોકોમાં રોષ

આ પણ વાંચોઃદોલતપરમાં વીજ શોક લાગતા બે બાળકોનું થયું મોત


બેદરકાર કામગીરી અંગે લોકોમાં આક્રોશ

નડીયાદના વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર કન્યા વિદ્યાલયના ખૂણે આવેલા વીજળીના લોખંડના થાંભલાને અડી જતા બાળકને કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગતા જ કબીરપૂરાના 15 વર્ષીય આકાશ સોમાભાઈ વાઘેલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃદ્વારકામાં પૂરઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળ્યો

નડીયાદમાં અનેક જગ્યાએ વાયરો ખૂલ્લા છે

નડીયાદમાં છેલ્લા ઘણા સમયથી અનેક વીજ વાયર ખૂલ્લા રસ્તા પર પડેલા છે, જેના કારણે હંમેશા લોકો પર વીજ કરંટની તલવાર લટકતી જ રહે છે. જોકે, સ્થાનિકોએ આ અંગે MGVCLને અનેક ફરિયાદ કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું. લોકોએ MGVCLની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details