ખેડાઃ જિલ્લાના નડિયાદ મુકામે રહેતા 82 વર્ષીય લાભુબેન પ્રજાપતિનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો છે. જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત બહુ જ ખરાબ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યા તબીબોની ટીમની સતત દેખરેખના કારણે તેઓ ઝડપથી સ્વસ્થ થયા હતા. ડૉક્ટરોના કહેવા મુજબ તેમના મજબૂત આત્મબળ અને આત્મવિશ્વાસ દ્વારા જ તેઓ કોરોનાને માત આપી શક્યા છે.
વેન્ટિલેટર પર રહેલા નડિયાદના 82 વર્ષીય લાભુબાએ આત્મબળથી કોરોનાને આપી મ્હાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા 82 વર્ષીય લાભુબેન પ્રજાપતિ તેમના પુત્ર નરેશભાઈ પ્રજાપતિ દ્વારા કોરોના સંક્રમિત થયા હતા. તેમને કોરોના વાઇરસની સારવાર માટે નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સતત દવાઓ અને મજબૂત આત્મબળના પગલે તેઓ હિંમતભેર કોરોનાનો સામનો કરી સાજા થયા છે.
વેન્ટીલેટર પર રહેલા નડિયાદના 82 વર્ષીય લાભુબાએ આત્મબળથી કોરોનાને આપી મ્હાત
સારવાર બાદ તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ તેમના પુત્ર નરેશભાઈ પ્રજાપતિની 19 વર્ષીય દીકરીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.