ખેડા જિલ્લાના કપડવંજના અને અમેરિકામાં સ્થાયી થયેલા પાર્થિક તેલીની આઠ વર્ષિય દીકરી જાન્યાએ ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા અમેરિકામાં 333 કિલોમીટરનો સાહસિક સાઈકલ પ્રવાસકર્યો હતો. સાયકલ પ્રવાસ દરમિયાન (Jana Cycle Tour in US)એકત્રિત કરાયેલા રૂપિયા એક લાખ ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ(Help for Indian students) કરતી સંસ્થામાં મોકલવામાં આવશે.
કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય વિદ્યાર્થીઓને મદદ માટે USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ - ભારતીય વિદ્યાર્થીઓને મદદ
ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા અમેરિકામાં 333 કિલોમીટરનો સાહસિક સાઈકલ પ્રવાસ કર્યો હતો. કપડવંજના અને અમેરિકામાં સ્થાયી થયેલા પરિવારની દીકરીએ જોખમકારક પ્રવાસ કરી એકત્રિત કરાયેલા રૂપિયા ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આપશે. Cycle tour 333 km in America, Jana Cycle Tour in US, Help for Indian students
![કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય વિદ્યાર્થીઓને મદદ માટે USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય વિદ્યાર્થીઓને મદદ માટે USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16318466-thumbnail-3x2-kheda-aspera.jpeg)
માતાપિતાના સાઈકલ પ્રવાસથી મળી પ્રેરણાભારતીય જરુરિયાતમંદ દીકરીઓને આર્થિક મદદરૂપ થવા માટે કપડવંજની અમેરિકા ખાતે રહેતી આઠ વર્ષિય દીકરીએ સાહસિક પ્રવાસ કરી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ધોરણ 2 માં અભ્યાસ કરતી આઠ વર્ષિય જાન્યાના માતાપિતા પાર્થિક અને અંકિતાબહેને વર્ષ 2017-18 માં સાયકલ પ્રવાસ કર્યો હતો. જેમાંથી પ્રેરણા લઈ જાન્યાએ સાહસિક સાઈકલ પ્રવાસનો નિર્ણય લીધો હતો. જે માટે માતાપિતાના પ્રોત્સાહનથી સાઈકલ પ્રવાસની તાલીમ મેળવી હતી. જે બાદ સાહસિક સાઈકલ પ્રવાસ કરી પ્રવાસ પૂર્ણ કર્યો હતો.
ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદજાન્યાએ 333 કિલામીટરનો જોખમકારક અને 5100 ફીટ ઉંચાઈવાળો સાઈકલ પ્રવાસ 18 કલાક અને 20 મિનિટમાં પુરો કર્યો હતો. આ સાયકલ પ્રવાસ દરમિયાન તેણે રૂપિયા 1 લાખ એકઠા કર્યા હતા. જે રકમ તે ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આશા ફાઉન્ડેશનને આપશે.