ગુજરાત

gujarat

By

Published : Jun 13, 2021, 7:25 PM IST

ETV Bharat / state

ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ

કોરોના મહામારીને લઈને રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા દત્તક લેવામાં આવેલા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામમાં પણ સાંસદ તેમજ આગેવાનોના સક્રિય પ્રયાસને પરિણામે ગામમાં 45 વર્ષથી ઉપરના 65 ટકા જેટલા નાગરિકોનું રસીકરણ થયું છે. જ્યારે, 18 વર્ષથી ઉપરના 20 ટકા નાગરિકોનું રસીકરણ અત્યાર સુધી થઈ ચૂક્યું છે.

ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ
ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ

  • સાંસદ સહિતના આગેવાનો દ્વારા ગામમાં રસીકરણ પર નજર
  • ગામમાં 65 ટકા જેટલું રસીકરણ પૂર્ણ
  • કોરોના કાળમાં સાંસદની કામગીરીથી ગ્રામજનો સંતુષ્ટ

ખેડા: પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે દત્તક લેવામાં આવ્યું છે. ત્યારે, હાલ કોરોના મહામારી વચ્ચે ગામમાં પણ રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. આ સામે, કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા ગ્રામ પંચાયત દ્વારા એક મહિના ઉપરાંતના સમયગાળા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે ગામમાં કેસોમાં ઘટાડો થયો હતો. ગામમાં હાલ એક પણ એક્ટીવ કેસ નથી.

ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ

આ પણ વાંચો:ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી

સાંસદ સહિતના આગેવાનો દ્વારા ગામમાં રસીકરણ પર નજર

સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અવારનવાર ગામની મુલાકાત લેવામાં આવે છે. ગામમાં રસીકરણની ચાલી રહેલી પ્રક્રિયાનું નિરિક્ષણ કરી તે અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવા સાથે ગામમાં સંપૂર્ણ રસીકરણ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાંસદ તેમજ આગેવાનોના સક્રિય પ્રયાસને પરિણામે ગામમાં 45 વર્ષથી ઉપરના 65 ટકા જેટલા નાગરિકોનું રસીકરણ થયું છે. જ્યારે, 18 વર્ષથી ઉપરના 20 ટકા નાગરિકોનું રસીકરણ અત્યાર સુધી થઈ ચૂક્યું છે. ગામમાં રસીકરણ વધે તે માટે સતત પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ

આ પણ વાંચો:ડાકોર ખાતે કેરી મનોરથની ઉજવણી કરાઈ, ભાવિકોમાં ઉત્સાહ

કોરોના કાળમાં સાંસદની કામગીરીથી ગ્રામજનો સંતુષ્ટ

સાંસદ દ્વારા ગામની અવારનવાર મુલાકાત લેવામાં આવે છે. આ ઉપરાંત, અગ્રણીઓ અને ગ્રામજનોને મળી ગામની સ્થિતિ અંગે જાણકારી મેળવવામાં આવે છે. સાંસદ દ્વારા દર્દીઓને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બને તે માટે વહીવટી તંત્રને રજૂઆત બાદ થર્મલ ખાતેના 40 બેડના કોવિડ કેર સેન્ટર ખાતે 5 ઓક્સિજન બેડની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. આ સાથે જ વિવિધ સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત કાર્યરત હોવાનું જણાવી ગ્રામજનો સાંસદની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details