ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં કોરોનાના વધુ 6 દર્દીઓને રજા આપવામાં આવી - nadiad corona update

નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા કોરોનાના 6 દર્દીઓને આજરોજ રજા આપવામાં આવી હતી. તેઓની નિયત સારવાર થઈ હોવાથી આજે તેઓને કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

6 patients of Corona were discharged in Nadiad
નડિયાદમાં કોરોનાના વધુ 6 દર્દીઓને રજા આપવામાં આવી

By

Published : May 26, 2020, 8:30 PM IST

ખેડા: નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા કોરોનાના 6 દર્દીઓને આજરોજ રજા આપવામાં આવી હતી. તેઓની નિયત સારવાર થઈ હોવાથી આજે તેઓને કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નડિયાદમાં કોરોનાના વધુ 6 દર્દીઓને રજા આપવામાં આવી

આજરોજ નડિયાદ ખાતે સારવાર મેળવી રહેલા કપડવંજના 2 દર્દીઓ,નડિયાદના 3 દર્દીઓ તેમજ રઢુના 1 દર્દી એમ 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના દ્વારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી ઘરે જતાં તમામે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા અને ડોક્ટરોની મહેનતથી અમને સારું થયું છે. અમે તેમના આભારી છીએ. અમે જિલ્લા પ્રશાસનના તથા હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details