ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ડાકોર ખાતે આવેલી જમીન બાબતે નડિયાદ કોર્ટમાં મુદૃત હોવાથી શુક્રવારના રોજ કોર્ટમાં હાજર રહી પરત ફરતા હતા.જે દરમિયાન નડિયાદ કોર્ટ બહાર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાંતિભાઈ પરમાર સહિતના સાથે રહેલા વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી.
ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરનાર 5 આરોપીઓની ધરપકડ - ધારાસભ્ય કાંતિભાઈ પરમાર
ખેડા: જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર જમીન વિવાદના મામલામાં નડિયાદ કોર્ટ કેમ્પસની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલામાં નડિયાદ પોલીસ દ્વારા મુખ્ય આરોપી પિતા-પુત્ર ભાનુ ભરવાડ અને નવઘણ ભરવાડ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
![ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરનાર 5 આરોપીઓની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4308728-1065-4308728-1567345659740.jpg)
Kheda
ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરનાર 5 આરોપીઓની ધરપકડ
જે બાબતે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા મુખ્ય આરોપી ભૂમાફીયા ભાનુ ભરવાડ તેમજ તેના પુત્ર નવઘણ ભરવાડ સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવા સહિત ની વધુ તપાસ હાથ ધરાઇ છે.
Last Updated : Sep 1, 2019, 11:13 PM IST