- ખેડામાં સતત વધી રહ્યુ છે કોરોના સંક્રમણ
- જિલ્લામાં દર્દીઓના વધવાના દરમાં સતત થઈ રહેલો વધારો
- હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી
ખેડા: જિલ્લામાં ગુરુવારે વધુ 49 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં નડીયાદ 16, ઠાસરા 9, ખેડા 4, મહેમદાવાદ 6, ગળતેશ્વર 8, કઠલાલ 3, મહુધા 1, માતર 1 અને કપડવંજ 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આ પણ વાંચો :કચ્છ કોરોના અપડેટ:15 એપ્રિલે 81 કેસ નોંધાયા, 3 લોકોના મોત
જિલ્લામાં ગુરુવારે નવા 49 કેસો નોંધાયા
ખેડા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના વધવાના દરમાં વધારો થઈ રહ્યો છે. નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. જિલ્લામાં ગુરુવારે નવા 49 કેસો નોંધાયા છે.
આ પણ વાંચો :નવસારીમાં કોરોના વિસ્ફોટ, ગુરુવારે એકી સાથે 75 કેસ નોંધાયા
હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી
જિલ્લામાં રોજબરોજ વધી રહેલા કોરોના સંક્રમણને લઈને તંત્ર દ્વારા સંક્રમણ અટકે તે માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નડીયાદ સહિત તાલુકામાં હોસ્પિટલોને સારવારની મંજૂરી આપી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી છે. જિલ્લામાં વઘુ 521 બેડની સુવિધા વધારતા કુલ 1,423 બેડની સવલત ઉપલબ્ધ થઇ છે. જેમાં 1,023 ઓક્સિજન બેડ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં હાલ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે.