ખેડા: નડિયાદ SOG દ્વારા ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી ટ્રકમાં લઈ જવાતો 405 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે ગાંજો તેમજ ટ્રક સહિતના 50,52,510ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ખેડા: ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી 405 કિલો ગાંજો ઝડપાયો - kheda police
નડિયાદ SOG દ્વારા ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી ટ્રકમાં લઈ જવાતો 405 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે ગાંજો તેમજ ટ્રક સહિતના 50,52,510ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 47 પર મિરઝાપુર ગામ પાસે ટ્રક નંબર UP-83-CT-1538 માં ગાંજાની હેરાફેરીની બાતમીના આધારે નડીયાદ SOGની વિવિધ ટીમોએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 22 મીણીયાના થેલાઓમાંથી 405 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજે કિંમત રૂપિયા 40,50,000ની આંકવામાં આવે છે. આ સાથે જ પોલીસે આરોપી તનવીરહુસેન તકસીરહુસેન અલવીસૈયદની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થયા છે.
સમગ્ર રેડમાં પોલીસે 3 મોબાઈલ ફોન, રોકડ તેમજ ટ્રક મળી કુલ રૂપિયા 50,52,510ના મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.