- ચાર તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા
- ખેડા તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ
- બે તાલુકા પંચાયતોમાં બિનહરિફ પ્રમુખ ઉપપ્રમુખની વરણી
ખેડા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. 8 તાલુકા પંચાયતો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. ખેડા જિલ્લાની નડીયાદ, ઠાસરા, ખેડા અને મહેમદાવાદ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની શનિવારે વરણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો -ખેડાની જિલ્લાની 8 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકા પર ભાજપનો કબ્જો
- મહેમદાવાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રમીલાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે વિનુબેન ડાભી
- નડિયાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સંજયસિંહ મહિડા અને ઉપપ્રમુખ તરીકે રમેશ પરમાર
- ખેડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પીનાકીન રાજપૂત અને ઉપપ્રમુખ તરીકે અનુરાધા સોલંકી
- ઠાસરા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કાનભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પન્નાબેન પટેલની વરણી
- ઉલ્લેખનીય છે કે, ખેડા અને ઠાસરામાં બિનહરિફ વરણી કરવામાં આવી છે.