ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ, જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 120 - એન.ડી.દેસાઈ હોસ્પિટલ

ખેડા જિલ્લામાં આજે શનિવારે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 120 પર પહોંચી છે.

ખેડામાં કોરોનાના વધુ 4 કેસ, જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 120 પર પહોંચ્યો
ખેડામાં કોરોનાના વધુ 4 કેસ, જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 120 પર પહોંચ્યો

By

Published : Jun 20, 2020, 10:28 PM IST

ખેડાઃ જિલ્લામાં આજે શનિવારે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લાના નડિયાદ શહેરમાં, મહુધા તાલુકાના વડથલમાં, કપડવંજના નિરમાલી ગામમાં અને ખેડા તાલુકાના લાલી ગામે એમ 4 પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં આંકડો 120 પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં દિવસેને દિવસે વધતા જતા કોરોનાના કેસોને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે. આજે જિલ્લાના 4 જુદા-જુદા વિસ્તારોમાં કેસો સામે આવ્યા છે. જેમાં નડિયાદ, મહુધા તાલુકાના વડથલમાં કપડવંજના નિરમાલી ગામમાં અને ખેડા તાલુકાના લાલી ગામમાં 4 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે તમામ દર્દીઓ હાલ નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા તેમજ વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજના નવા 4 કેસ સાથે ખેડા જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 120 પર પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details