ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂ ભરેલા કન્ટેઇનર સાથે પાઇલોટિંગ કરતી કાર સહિત 4 આરોપી ઝડપાયા - Gujarati News

ખેડાઃ ખેડા SOG દ્વારા સંધાણા પાસેથી નેશનલ હાઇવે નં.8 પરથી ભારતીય બનાવટના રૂ. 32.49 લાખના વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાઈલોટિંગ કરતી ઇનોવા કાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂ. 65.55 લાખનો મુદ્દામાલ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દારુ ભરેલ કન્ટેનર સાથે પાઇલોટિંગ કરતી કાર સહિત 4 આરોપી ઝડપાયા

By

Published : Jun 28, 2019, 8:18 PM IST

ખેડા SOGને માહિતી મળી હતી કે, અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર પાઈલોટિંગ કરતી ઇનોવા કાર સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલું હરિયાણા પાસિંગનું કન્ટેનર આવવાનું છે. જેના આધારે સંધાણા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.8 પર ટોલપ્લાઝા નજીક ઇનોવા કાર રોકવામાં આવી હતી. ત્યારબાદ થોડીવારમાં માહિતી મુજબનું કન્ટેનર આવતા બંનેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી રૂ. 32,49,600ની કિંમતના વિદેશી દારૂની 677 પેટીઓ મળી આવી હતી.

દારૂ ભરેલા કન્ટેઇનર સાથે પાઇલોટિંગ કરતી કાર સહિત 4 આરોપી ઝડપાયા

પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિત કન્ટેનર, ઇનોવા કાર, 6 મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ રૂ. 65,55,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ હરિયાણાના 4 આરોપીઓને ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દારૂ ભરેલા કન્ટેઇનર સાથે પાઇલોટિંગ કરતી કાર સહિત 4 આરોપી ઝડપાયા

મહત્વનું છે કે, જિલ્લામાં ઠેર ઠેર દેશી-વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે, ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.

દારૂ ભરેલા કન્ટેઇનર સાથે પાઇલોટિંગ કરતી કાર સહિત 4 આરોપી ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details