- જિલ્લામાં સંક્રમણમાં થઈ રહ્યો છે ઘટાડો
- શુક્રવારે નવા 36 કેસ નોંધાયા
- હાલ કુલ 353 દર્દીઓ દાખલ
ખેડાઃ જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસમાં સતત ચિંતાજનક વધારો થયો હતો. જે બાદ હાલ કોરોના સંક્રમણની ગતિ ધીમી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં 36 નવા કેસ નોધાયા હતા. ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં શુક્રવારે નડીયાદ 18, મહેમદાવાદ 2, કઠલાલ 4, મહુધા 1, વસો 3, કપડવંજ 1, માતર 2, ઠાસરા 5 મળી કુલ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે.
હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ રહ્યા છે
દસેક દિવસ પહેલા સુધી કોરોના સંક્રમણમાં સતત વધારો થતા જિલ્લાની વિવિધ હોસ્પિટલો ફુલ થઈ હતી. જ્યાં ખાલી બેડ મળી શકતા ન હોતા. હવે સંક્રમણ ઘટતા હોસ્પિટલોમાં બેડ ખાલી થવા માંડ્યા છે.
દર્દીઓ વધવાના દરમાં નોંધપાત્ર ઘટાડો