ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદથી રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા - નકલી ચલણી નોટ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી રૂપિયા 500ના દરની નકલી ચલણી નોટો છાપતા LCBએ 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ઈસમો પાસેથી રૂપિયા 17.66 લાખની નકલી ચલણી નોટો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

3 accused arrested with 17.66 lac rupees fake currency in nadiad
રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

By

Published : Feb 7, 2020, 11:53 PM IST

ખેડાઃ નડિયાદ પવન ચક્કી રોડ ઉપર આવેલા આશીર્વાદ રો-હાઉસ ના મકાન નં-8માં ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રૂપિયા 17.66 લાખ ઉપરાંતની બનાવતી નોટો સાથે 3 શખ્સોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

સાક્ષર નગરી નડિયાદમાંથી બનાવતી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા આશિર્વાદ રો-હાઉસ નં-8માં રહેતા રાજુભાઇ શંકરભાઇ પરમારના મકાનમાં તેઓ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારની મદદથી બનાવતી ડુપ્લીકેટ નોટો છાપતા હતા. આ નોટો નડિયાદનાં મેળામાં ફરતી કરવાના છે.

રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

મળેલી બાતમીના આધારે ICB PSI એ. જે. અંસારી અને કનકસિંહ તથા સ્ટાફના જવાનો ,એસઓજીના PI એન. આર. વાઘેલા તથા FSLના અધિકારી સાથે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે રેડ કરી હતી. પોલીસે મકાનમાંથી રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારને ઝડપી લઈને મકાનની તલાશી લેતા એક ખૂણામાં મીણીયાની કોથળીમાં 500ના દરના બંડલો મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા આ નોટ બનાવટી હોવાનું ખુલ્યું હતું. તમામ નોટો ગણી જોતા કુલ 1,940 નોટો 9.70 લાખની કિંમતની હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કલર પ્રિન્ટરથી આ નોટો છાપેલી હોવાનું જણાવ્યું હતું.

રૂપિયા 17.66 લાખની નકલી નોટ સાથે ત્રણ ઝડપાયા

પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર, ફૂટપટ્ટી, કલર વગેરે મળી આવ્યું હતું. બંન્નેની બીજી નોટો સંદર્ભે પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મેં અને રાજુએ આ સિવાયની બીજી 500ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી. જે નોટો ગત રાતે બે વાગ્યાની આસપાસ શૈલેન્દ્રસિંહ તથા રવિની સાથે મળીને એક પ્લાસ્ટીકની થેલીમાં ભરીને વાસુદેવભાઈ ગોવિંદભાઇ ભીમાણીને આપી હતી. જે બાબતે પૈસાની લેવડ-દેવડ બાબતે નડિયાદ કોર્ટેમાં કેસ કર્યો હતો. તેમની સાથે થયેલા મનદુઃખને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળના ભાગે વરંડાની દિવાલે અડીને લાકડાના ભંગારના ઓથે મૂકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની ટીમ શૈલેન્દ્રસિંહને વાસુદેવભાઈના ઘરે પહોંચી ગઈ હતી. આ ઘટનાની તપાસ કરતા એક કોથળીમાંથી 500ના દરની કુલ 1,593 બનાવટી નોટો મળી આવી હતી. આમ કુલ 17,66,500ની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવા પોલીસ હાલ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details