ખેડા: સેવાલિયા મહીસાગર નદી બ્રિજ ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોધરા તરફથી આવતી ગગન ટ્રાવેલ્સ નામની એક ખાનગી ટ્રાવેલ્સમાંથી રાજસ્થાનના બંન્ને આરોપીઓની અટકાયત કરી હતી. જેની પાસે રહેલા થેલામાંથી ભારતીય દેશી બનાવટની બે પિસ્તોલ તેમજ બે કારતૂસ મળી આવ્યા હતા.
ખેડાની સેવાલિયા ચેકપોસ્ટ પરથી દેશી પિસ્તોલ સાથે 2 ઈસમો ઝડપાયા - ઇટીવી ભારત ગુજરાત
ખેડા જિલ્લાની સેવાલિયા ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની 2 પિસ્તોલ અને કારતૂસ સાથે રાજસ્થાનના બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. બન્ને ઇસમો વિરુદ્ધ સેવાલિયા પોલિસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
![ખેડાની સેવાલિયા ચેકપોસ્ટ પરથી દેશી પિસ્તોલ સાથે 2 ઈસમો ઝડપાયા Kheda news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8952985-thumbnail-3x2-kheada.jpg)
Kheda news
જેને લઈ સેવાલિયા પોલિસ દ્વારા હિતેશકુમાર ગંગારામ બિશ્નોઈ અને મહેન્દ્રકુમાર ઘેવારામ ગર્ગને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલિસ દ્વારા આર્મ્સ એક્ટ મુજબ બંન્ને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.