ખેડાઃ નડિયાદ શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ હરિદાસ અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા 28 વર્ષના કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ માતર તાલુકાના દેથલી ગામે 3 વર્ષના બાળકનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવવા પામ્યો છે. જે બંને દર્દી હાલ નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખેડામાં વધુ 2 કોરોના કેસ, જિલ્લામાં કુલ 20 કેસ - kheda corona update
ખેડા જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક નડિયાદ શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં તેમજ એક માતર તાલુકાના દેથલી ગામે કરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં કુલ 20 કેસ થવા પામ્યા છે.
ખેડામાં વધુ 2 કોરોના કેસ,જિલ્લામાં કુલ 20 કેસ
તંત્ર દ્વારા વિસ્તારને કન્ટેનમેન્ટ કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, મહુધામાં એક કેસ આવ્યા બાદ આ 2 કેસ સહિત આજે દિવસના 3 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કુલ કોરોનાના કુલ 20 કેસ થયા છે.