- જિલ્લામાં 5 લોકોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
- મહેમદાવાદના રાસ્કામાં પ્રેમીપંખીડાનું મોત
- ડાકોરમાં માતા અને પુત્ર સારવાર હેઠળ, પુત્રીનો બચાવ
ખેડા: જિલ્લાના ડાકોર તેમજ મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે આત્મહત્યા કરવાની 2 ઘટનાઓ બની હતી. જેમાં ડાકોરના 36 વર્ષિય મનિષા પરમારને કોઈક કારણોસર પરિવારમાં બોલાચાલી થઇ હતી. આથી, મનીષાબેનને લાગી આવતા પોતાના 11 વર્ષના પુત્ર તથા પુત્રી સાથે મળી ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પુત્રીને આપેલી દવા પુત્રીએ ફેંકી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે, મનિષાબેન અને તેમના પુત્રએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારને જાણ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ડાકોરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ બન્ને સારવાર હેઠળ છે. આ મામલે ડાકોર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.