ગુજરાત

gujarat

ETV Bharat / state

કપડવંજમાં LCBએ 18 લાખથી વધું રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો, 1ની ધરપકડ - kheda news

કપડવંજ રેલીયા રોડ પર આવેલી હોટલ પર ઉભેલા ટ્રકમાંથી રૂપિયા 18,28,250ના ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

LCB પાલીસે ખેડાના કપડવંજ પાસે ટ્રકમાંથી 18 લાખનો દારૂ ઝડપી પાડ્યો
LCB પાલીસે ખેડાના કપડવંજ પાસે ટ્રકમાંથી 18 લાખનો દારૂ ઝડપી પાડ્યો

By

Published : Jun 7, 2020, 7:22 PM IST

ખેડાઃ LCB દ્વારા કપડવંજ રેલીયા રોડ પર આવેલી હોટલ પર ઉભેલા ટ્રકમાંથી રૂપિયા 18,28,250ના ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

કપડવંજ રેલીયા રોડ પર આવેલા દશમેશ હોટલ ઉપર ઊભો રહેલો ટ્રક શંકાસ્પદ જણાતા એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ટ્રકમાં તપાસ કરતા પાછળના ભાગે કેબીનના વચ્ચેના ભાગે ગુપ્ત ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની રૂપિયા 18,28,250ની કિંમતની 387 પેટીઓ મળી આવી હતી. જે દારૂના જથ્થા સહિત ડ્રાઇવર પાસેથી રોકડા રૂપિયા 4100 તથા મોબાઇલ તેમજ 10 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 28,63,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી ડ્રાઇવર જીતમલ નારાયણજી જાંટ વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો, તેમજ કોને આપવાનો હતો તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details