ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 1613 થઈ - Corona virus

ખેડા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 11 કેસ નોધાયા છે. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1613 થઈ છે.

ખેડા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
ખેડા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા

By

Published : Nov 5, 2020, 2:29 AM IST

  • ખેડા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
  • જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1613 થઈ
  • અત્યાર સુધી 1538 દર્દીઓને રજા આપવામાં આવી


ખેડાઃ જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વધી રહ્યા છે. જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 11 કેસ સામે આવ્યા છે. જેથી કોરોનાના કુલ કેસની સંખ્યા 1613 થઈ છે.

હાલ કુલ 60 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે


જિલ્લામાં ગુરૂવારે નડીયાદમા 5, કપડવંજમાં 2, મહેમદાવાદમાં 2 તેમજ કઠલાલમાં 2 કેસ મળી 11 નવા કેસ નોધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી 1538 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 60 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.

ખેડા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધી કુલ 25181 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 23777 નેગેટીવ અને 1613 પોઝિટિવ જ્યારે 134 સેમ્પલના રિઝટ પેન્ડીંગ છે.

ABOUT THE AUTHOR

...view details