ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાની દસ વર્ષિય દીકરીની પ્રેરણાદાયી પહેલ, કોરોના સામે લડવા રૂપિયા 1100નું દાન કર્યું - ખેડાની દસ વર્ષિય દીકરીની પ્રેરણાદાયી પહેલ

દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને વધતું અટકાવવા વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરી કોરોના સામે લડત શરૂ કરવામાં આવી છે. જેને નાગરિકોનું દેશવ્યાપી સમર્થન મળી રહ્યુ છે. હવે કોરોના સામેની લડતમાં બાળકો પણ સહયોગી બની રહ્યા છે. મહેમદાવાદની એક દિકરીએ કોરોના સામે લડવા પોતાની બચતમાંથી આર્થિક સહયોગ આપી પ્રેરણા પૂરી પાડી છે.

A
ખેડાની દસ વર્ષિય દીકરીની પ્રેરણાદાયી પહેલ

By

Published : Mar 31, 2020, 11:49 PM IST

ખેડા:કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત સહિત દેશમાં દિવસેને દિવસે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈ 21 દિવસનું લોકડાઉન જાહેર કરી કોરોના સામે લડત શરૂ કરવામાં આવી છે. જેમાં સમર્થન આપવા સાથે યથાશક્તિ દાન આપવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. જેના પ્રતિસાદ રૂપે કોરોના સામેની લડતમાં લોકો દ્વારા વડાપ્રધાન ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપવામાં આવી રહ્યો છે.

ખેડાની દસ વર્ષિય દીકરીની પ્રેરણાદાયી પહેલ, કોરોના સામે લડવા રૂપિયા 1100નું દાન કર્યુ

જેમાં ખેડા જીલ્લાના મહેમદાવાદના બી.આર.સી કોર્ડિનેટર દિપક સુથારની 5માં ધોરણમાં અભ્યાસ કરતી દસ વર્ષીય દિકરી હિયાએ પણ કોરોના સામે લડવા પોતાનો ફાળો આપ્યો છે. હિયાએ પોતાની બચતમાંથી 551 વડાપ્રધાન રાહત કોષમાં અને 551 મુખ્યમંત્રી રાહતફંડમાં એમ 1100 રૂ.નો ફાળો ઓનલાઇન ટ્રાન્સફર કર્યો હતો.

ખેડાની દસ વર્ષિય દીકરીની પ્રેરણાદાયી પહેલ, કોરોના સામે લડવા રૂપિયા 1100નું દાન કર્યુ
નાનકડી દીકરીએ પોતાની બચતમાંથી કોરોના સામેની લડતમાં દાન આપી એક પ્રેરણાદાયી પહેલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details