ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરમાં 2 કોમ વચ્ચે અથડામણ દરમિયાન પથ્થરમારો, 10 લોકો ઈજાગ્રસ્ત - Gujrat

ખેડાઃ ખેડા જિલ્લામાં ડાકોર પાસેના ઢુણાદરા ગામમાં ફટાકડા ફોડવા જેવી નાની વાતમાં બે કોમો વચ્ચે પથ્થમારો થયો હતો. જેમાં 10 લોકોને ઇજા પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનની તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા  ઢુણાદરા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં 10 ઇજાગ્રસ્ત

By

Published : May 16, 2019, 2:08 PM IST

ઠાસરા તાલુકામાં ડાકોર પાસે ઢુણાદરામાં બે કોમ વચ્ચે પથ્થમારો થયો હતો. વરઘોડામાં ફટાકડાં ન ફોડવા દેવા જેવી નાની વાતમાં બે કોમ વચ્ચે અથડામણ થઇ હતી. જેને થાળે પાડવા ઠાસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી છે. એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ તપાસ અર્થે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા ઢુણાદરા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં 10 ઇજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details