ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: '......તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.', યુવકે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણના નામ લખી આપઘાત કરી લીધો - MLA Vimal Chudasma to commit suicide

જૂનાગઢના ચોરવાડના યુવકે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણના નામ લખી આપઘાત કરી લીધો હોય તેવો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈની અરજીને આધારે હાલ ચોરવાડ પોલીસે મોતના કિસ્સામાં જાણવા જોગ ફરિયાદ લઈને સમગ્ર મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

youth-from-junagadh-wrote-the-names-of-three-including-mla-vimal-chudasma-to-commit-suicide
youth-from-junagadh-wrote-the-names-of-three-including-mla-vimal-chudasma-to-commit-suicide

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2023, 8:11 PM IST

ડી.વી કોડીયાતર, પોલીસ અધિક્ષક

જૂનાગઢ: ચોરવાડના યુવાનો શંકાસ્પદ મોત થતા મામલો રાજકીય થતો જોવા મળી રહ્યો છે. ચોરવાડના યુવાન નીતિન પરમારના યુવાનને ગંભીર હાલતમાં ચોરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના કપડાના ખિસ્સામાંથી એક કાગળની ચિઠ્ઠી મળી છે જેમાં ત્રણ લોકોના નામ આત્મહત્યા પાછળ જણાવવામાં આવ્યા છે. સમગ્ર મામલો રાજકીય બનતા પોલીસે મૃતક નીતિન પરમારના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોટમ માટે જામનગર ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મામલો બન્યો રાજકીય: ચિઠ્ઠીમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે આ ત્રણ વ્યક્તિઓના માનસિક ત્રાસ અને મને ધ્યાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે જેને કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. આ ચિઠ્ઠીમાં વિમલ કાના ચુડાસમા ચોરવાડ, મનુ મકન અને ભનું મકન એમ ત્રણેય વ્યક્તિના નામ મરણોત્તર નોંધમાં લખાયા છે. સમગ્ર મામલો રાજકીય બનતા પોલીસ પણ હરકતમાં આવી છે અને મૃતક નીતિન પરમારના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. મૃતકના ભાઈની અરજીને આધારે હાલ ચોરવાડ પોલીસે મોતના કિસ્સામાં જાણવા જોગ ફરિયાદ લઈને સમગ્ર મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

'મૃતક નીતિન પરમારના ભાઈ હિતેશ પરમારની અકસ્માતે મોતની જાહેરાત લઈને સમગ્ર મામલામાં ચોરવાડ પોલીસ મથકના પીઆઈ અકસ્માત મોત અને સુસાઇડ નોટને લઈને વધુ તપાસ કરી રહ્યા છે. સમગ્ર મામલો રાજકીય રીતે ચર્ચાસ્પદ બનતા પોલીસે મૃતક નીતિન પરમારના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નીતિન પરમારનું મોત કયા કારણોસર થયું છે તેને લઈને કોઈ ચોક્કસ ખુલાસો થશે.' -ડી.વી કોડીયાતર, પોલીસ અધિક્ષક

ચિઠ્ઠી મુજબ સોમનાથના ધારાસભ્યનું નામ:નીતિન પરમારના મૃતદેહ પરના કપડાના ખિસ્સામાંથી પોલીસને એક કાગળની ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં વિમલ કાના ચુડાસમા કાઉન્સમાં (સોમનાથ ધારાસભ્ય) તેવો ઉલ્લેખ કરાયો છે. જેને કારણે પણ સમગ્ર મામલો રાજકીય રીતે વેગ પકડી શકે છે. યુવાન નીતિન પરમારના મોત બાદ પોલીસ સમગ્ર મામલાની ગંભીર તપાસ પણ કરી રહી છે. આગામી દિવસોમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતની જાહેરાત લઈને તપાસ શરૂ કરી છે.

અગાઉ સાંસદ રાજેશ ચુડાસમા પર પણ નોંધાયો હતો ગુનો:વેરાવળના ખ્યાતનામ તબીબ અતુલ ચગના આત્મહત્યાના કિસ્સામાં પણ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ સુસાઇડ નોટમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલાને લઈને એક મહિના કરતાં વધુ સમય બાદ વેરાવળ પોલીસે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાને આરોપી તરીકે દર્શાવીને FIR દાખલ કરી છે પરંતુ હજુ સુધી રાજેશ ચુડાસમા કે તેના પિતાની અટકાયત કરવામાં આવી નથી. સમગ્ર મામલો હાલ રાજ્યની વડી અદાલતમાં જોવા મળે છે ત્યારે વધુ એક રાજકીય અગ્રણી અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ પણ મોત બાદ મરણોત્તર નોંધમાં જોવા મળ્યું છે તે આગામી દિવસોમાં સમગ્ર મામલો રાજકીય રીતે પણ વેગ પકડે તો નવાઈ નહીં.

  1. Rajasthan Assembly Election 2023 : આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુમ, પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી
  2. Amreli Crime News : અમરેલીમાં પુત્રને મેસેજ કરીને પિતાએ કર્યો આપઘાત, સાચું કારણ શું છે જાણો આ અહેવાલમાં...

ABOUT THE AUTHOR

...view details