જૂનાગઢના સિનિયર સિટીઝને કહ્યું કે, અમારે તો દરરોજ યોગ દિવસ હોય છે. છેલ્લા 12 વર્ષથી એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખાતે દરરોજ સવારે યોગા અભ્યાસ અને પ્રાણાયામ કરીને તંદુરસ્તી સાથે લાંબુ અને સ્વસ્થ દીર્ઘાયુ મેળવીને યોગનો અભ્યાસ કરી રહ્યાં છે.
એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં 12 વર્ષથી સિનિયર સિટીઝન્સ કરી રહ્યા છે યોગ - gujaratinews
જૂનાગઢ: શહેરમાં છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં સિનિયર સિટીઝન દ્વારા છેલ્લા 12 વર્ષથી અવિરતપણે યોગ અને પ્રાણાયામ કરીને તંદુરસ્તીની સાથે સારું જીવન મેળવી રહ્યા છે.
વર્ષ 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થવી જોઈએ તેને લઈને ભાર મૂક્યો હતો. ત્યારથી 21મી જૂન, 2004થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની સંસ્કૃતિને ધ્યાને લઈએ તો ભારતની સંસ્કૃતિના મૂળમાં યોગ અને પ્રાણાયામ સર્વોપરી જોવા મળે છે. ભારતની પ્રાચીન તબીબી ચિકિત્સાઓમાં પણ યોગને સર્વપ્રથમ માનવામાં આવે છે. જે સમયે આધુનિક તબીબી વિજ્ઞાન સક્રિય ના હતું ત્યારે કેટલાક રોગો પર યોગ અસરકારક હતું.
યોગના માધ્યમથી કેટલાય રોગોને નાબૂદ કરી શકવામાં જે તે સમયના ઋષિમુનિઓ અને યોગ આચાર્યોને સફળતા મળી હતી. ભારત માટે યોગ કોઈ નવી વાત નથી ભારતની સંસ્કૃતિ હોય કે ભારતની તબીબી ચિકિત્સાને લગતી કોઇ બાબત હોય યોગ તેના હાર્દમાં અને તેના પાયામાં ત્યારે પણ હતુ અને આજે પણ એટલું જ પ્રસત છે.