છેલ્લા કેટલાક સમયથી મોબ લિચિંગને લઈને રાજકારણ ગરમાતુ અને બદલાતું જોવા મળી રહ્યું છે. ચોક્કસ જ્ઞાતિ વિશેષ સામે મોબ લિંચિંગ જેવી ઘટનાઓને સહારે કેટલાક લોકો દેશની ધાર્મિક સહિષ્ણુતા અને દેશના ભાઈચારા સામે પ્રશ્રો ઉભા કરી રહ્યા છે. જેને લઇને જૂનાગઢ આવેલા લેખક, સાહિત્યકાર અને પત્રકાર વિષ્ણુ પંડ્યાએ આવા લોકોને ઝાટકણી કાઢીને દેશની એકતા સામે આવા મુઠ્ઠીભર લોકો પ્રશ્રો ઉભા કરી રહ્યા છે તેને અયોગ્ય ગણાવ્યું હતું.
તેમજ આ લોકોને સરકાર દ્વારા કંટ્રોલ કરવામાં આવે તેવી વાત દેશના શ્રેષ્ઠતમ બુદ્ધિજીવીઓ કહી શકાય તે પૈકીના ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ, અર્પણા સેન, શુભા મુદગલ, શ્યામ બેનેગલ અને મણિરત્નમ સહિત 49 જેટલી હસ્તીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને આ પ્રકારની ઘટના લોકશાહી માટે કલંકરૂપ છે અને તેને કેન્દ્ર સરકાર દ્વારા અટકાવી જોઈએ તેવી માગ પત્ર દ્વારા કરી હતી.
દેશના બુદ્ધિજીવીઓ દ્વારા વડાપ્રધાન મોદીને લખાયેલા પત્રના વિરોધમાં શુક્રવારના રોજ 61 જેટલા લોકો વડાપ્રધાનની તરફેણમાં આવ્યા છે. જેમાં કંગના રણૌત, પ્રસુન જોશી, મધુર ભંડારકર અને વિવેક ઓબેરોય સહિત 60 જેટલી સેલિબ્રિટીઓએ પ્રધાનમંત્રીને પત્ર પાઠવીને તેમના પક્ષમાં આવ્યા છે