જૂનાગઢ:આગામી મહા શિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દેવાધિદેવ સોમેશ્વર મહાદેવની પાર્થેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર પાર્થેશ્વર પૂજાથી પ્રત્યેક શિવ ભક્તની ઇચ્છિત તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. તેવી ધાર્મિક માન્યતાની વચ્ચે મહાદેવની શિવરાત્રીના દિવસે પૂજા કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જેને લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવ પૂજાનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો Mahashivratri Mela 2023: સાધુ અને સત્તાધીશો વચ્ચે બેઠક, સ્વચ્છતાને લઈ ખાસ ધ્યાન રખાશે
પૂજાનું વિશેષ મહત્વ:સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી મહા શિવરાત્રીના તહેવારને લઈને શિવ ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરી શકે. તે માટે શિવરાત્રીના પાવનકારી દિવસે સોમનાથ મંદિર નજીક આવેલા સમુદ્ર તટ પર પાર્થિવ શિવલિંગ પૂજાનું વિશેષ આયોજન કરાયું છે. દેવાધિદેવ મહાદેવને સમર્પિત એવી શિવરાત્રીના દિવસે અને પ્રત્યેક મહિના દરમિયાન આવતી એક શિવરાત્રી અને વર્ષ દરમિયાન આવતી.
સોમેશ્વર મહાદેવની પાર્થિવેશ્વર પૂજાનું આયોજન ધાર્મિક મહત્ત્વઃ મહા શિવરાત્રીના દિવસે માટીમાંથી બનેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે તે મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્થિવ શિવલિંગ પૂજાનું વિશેષ આયોજન આગામી મહા શિવરાત્રીના દિવસે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Maha Shivratri 2023 : શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ દુકાનો બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ
પાર્થિવ શિવલિંગનું પૂજન:ભગવાન શ્રીરામ અને માતા સીતાને વનવાસ મળ્યા બાદ તેઓ જંગલ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. આ દરમ્યાન સીતા માતાએ ગંગા નદીની પવિત્ર માટી માંથી સ્વહસ્તે શિવલિંગનું નિર્માણ કરીને સીતા અને રામે મહાદેવની પૂજા અને આરાધના કરી હતી. પૂજા બાદ મહાદેવ પ્રસન્ન થયા છે અને માતા સીતાને આશીર્વાદ આપતા જણાવે છે કે, મળેલો 14 વર્ષનો વનવાસ ક્ષેમકુશળ પૂર્ણ થશે. વનવાસ બાદ માતા સીતાની પૂજા સમગ્ર પૃથ્વી પર થતી જોવા મળશે. મહા શિવરાત્રીના દિવસે શુદ્ધ માટીમાંથી બનાવેલ પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી મહાદેવ ખુદ પ્રસન્ન થાય છે. તેવું ધર્મ ગ્રંથ રામાયણમાં પણ નોંધવામાં આવ્યું છે.
સોમેશ્વર મહાદેવની પાર્થિવેશ્વર પૂજાનું આયોજન યુદ્ધમાં વિજય:મહાભારત યુદ્ધ ના સમયે પાંચ પાંડવો પૈકી અર્જુને મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. તેનો ઉલેખ મહાભારત ગ્રંથમાં પણ જોવા મળે છે. દેવાધિદેવ મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં શક્તિશાળી કૌરવો સામે વિજય પ્રાપ્ત થયો હતો. પાંડવોના મહાભારત યુદ્ધ સાથે પણ દેવાધિદેવ મહાદેવની પાર્થિવ શિવલિંગની પૂજા જોડાયેલી છે. જેને કારણે આદિ-અનાદિ કાળથી મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ શિવરાત્રીના પાવનકારી દિવસે ખૂબ ધાર્મિક મહત્વ આંકવામાં આવ્યું છે.
સોમેશ્વર મહાદેવની પાર્થિવેશ્વર પૂજાનું આયોજન પવિત્ર માટી:પાર્થિવ શિવલિંગ ની મહા શિવરાત્રીના દિવસે શિવ ભક્ત દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવે તો પ્રત્યેક શિવ ભક્તને ભૌતિક સુખ સુવિધાઓ મળતી હોય છે. પવિત્ર માટી માંથી બનાવવામાં આવેલી અને મંત્રોચ્ચાર સાથે નિર્મિત પાર્થિવ શિવલિંગની પૂજાથી સંતાન અને સંપત્તિની પ્રાપ્તિ થતી હોય છે.જર અને જમીન પણ પ્રત્યેક શિવ ભક્તને પાર્થિવ શિવલિંગની પૂજાથી મળતું હોય છે.
નિવારણઃ શિવરાત્રીના દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતાનું પણ નિવારણ થતું હોય છે. તેવી માન્યતા આજે પણ જોવા મળે છે. ત્યારે પવિત્ર શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરિયા કિનારે પાર્થિવ શિવલિંગની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવ ભક્તોને પૂજા માટે વિશેષ નિમત્મ પણ પાઠવવામાં આવ્યું છે.