ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે 'વિશ્વ ચકલી દિવસ'

આજે સમગ્ર વિશ્વના દેશો ચકલીની લુપ્ત થઈ રહેલી પ્રજાતીને બચાવવા માટે 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે. ચકલીની પ્રજાતિને બચાવવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

jnd
જુનાગઢ

By

Published : Mar 20, 2020, 6:38 PM IST

જુનાગઢ: આજે સમગ્ર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યું છે. એક સમયે ઘર ઘરના પક્ષી તરીકે ઓળખાતી ચકલી આજે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. ત્યારે સંકટગ્રસ્ત ચકલીની પ્રજાતિને બચાવવા માટે આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં જનજાગૃતિ આવે અને આપણા ચકીબેન ફરી ઘર ઘરનું પક્ષી બની રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર વિશ્વ ચકલી દિવસ મનાવી રહ્યું છે

જુનાગઢમાં એન્જલ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. શહેરના શહીદ પાર્કમાં એન્જલ ગ્રુપના વિદ્યાર્થીઓ અને મહિલાઓએ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે લોકોને જાગૃત કર્યા હતા. ચકલીનું શું મહત્વ છે અને ચકલી આપણા માટે શા માટે જરૂરી છે. તેને લઈને પાર્કમાં હાજર લોકો અને યુવાનોને જાગૃત કર્યા હતા. ચકલી પર્યાવરણને જોડતી એક કડી છે. આ કડી હવે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. તેને બચાવવા માટે એન્જલ સંસ્થાએ લોકોમાં જનજાગૃતિ આવે તે માટે અનુકરણીય પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details