ગુજરાત

gujarat

ETV Bharat / state

સમગ્ર વિશ્વમાં મેરીટાઇમ દિવસની ઉજવણી કરાઇ - જળમાર્ગે

સમગ્ર વિશ્વમાં 24 સપ્ટેમ્બરના રોજ મેરીટાઇમ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત માટે આ દિવસ ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. ગુજરાતમાં માછીમારીથી લઈને દરિયાઈ સફર તેમજ બંદરના નિર્માણ સાથે જોડાયેલું મેરીટાઇમ બોર્ડ આકસ્મિક અને દરિયાઈ તોફાન સામે માછીમારોને સંદેશાની આપ-લે કરવાની સાથે તેમને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરી પણ કરી રહ્યું છે.

Junagadh
સમગ્ર વિશ્વમાં મેરીટાઇમ દિવસની ઉજવણી કરાઇ

By

Published : Sep 25, 2020, 7:28 AM IST

જૂનાગઢ : સમગ્ર વિશ્વમાં મેરીટાઇમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેરીટાઇમ બોર્ડની કામગીરી દરિયાના વિકાસ અને ખાસ કરીને બંદરનું નિર્માણ કરવા સાથે સંકળાયેલી છે. મેરીટાઇમ બોર્ડ માછીમારોને પડતી કેટલીક મુશ્કેલીઓના નિવારણમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં અને દરિયાઈ તોફાન જેવી સ્થિતિ વચ્ચે દરિયામાં માછીમારી કરી રહેલા સાગરખેડુઓને સંદેશાની આપ-લે ની સાથે તેમને બંદર પર પરત લાવવા જેવી કપરી કામગીરીમાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં માછીમારી ઉદ્યોગથી ધમધમતા અને વ્યસ્ત જોવા મળતા વેરાવળ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ જેવા બંદરો સાથે મેરીટાઇમ બોર્ડ ખૂબ જ નિકટતાથી જોડાયેલુ જોવા મળે છે. તેમજ માછીમારોના સુખ-દુઃખથી લઈને તેમને પડતી અગવડતા ઓના નિરાકરણમાં મેરીટાઇમ બોર્ડ ખાસ અને મહત્વનો ભાગ ભજવે છે.

સમગ્ર વિશ્વમાં મેરીટાઇમ દિવસની ઉજવણી કરાઇ

ગુજરાત મેરીટાઇમ બોર્ડની કામગીરી પર નજર નાખીએ તો મુખ્યત્વે તેમનું કામ બંદરોના નવીનીકરણ અને તેના વિકાસનુ છે. સમયાંતરે બંદરોના સમારકામથી લઈને માછીમારોની જરૂરિયાત અને આધુનિક સમય અને વિશ્વ સાથે તાલમેલ મેળવી શકે તેવી સુવિધાઓ બંદર પર ઊભી કરવાનું કામ મેરીટાઇમ બોર્ડ અત્યાર સુધી કરતું આવ્યું છે. આ સાથે બંદર પર જે ડ્રેજીંગની સમસ્યા ખૂબ જ ચિંતાજનક જોવા મળતી હોય છે. તેનું નિરાકરણ પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવતું હોય છે. જળ માર્ગનુ પરિવહન અત્યારે ખૂબ મર્યાદિત છે, પરંતુ તેનું નિયંત્રણ પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરી રહ્યું છે. જે અત્યારે માછીમારો પૂરતું મર્યાદિત છે. પરંતુ આવનારા સમયમાં દરિયાઈ પરિવહનને વેગ મળે તો મેરીટાઇમ બોર્ડ દરિયાઈ પરિવહન સાથે પણ ખૂબ જ નિકટતાથી જોડાઈ શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

વડાપ્રધાન મોદી પણ જળમાર્ગે વધુ પરિવહન થાય તે માટે સતત પ્રયત્નશીલ બન્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડનો ફાળો ખૂબ જ મહત્વનો બની રહેશે. જો દરિયાઈ પરિવહનની શક્યતા વધુ ઊજળી બને તો આવી પરિસ્થિતિમાં માછીમારીથી લઈને તેનું એક દેશમાંથી બીજા દેશમાં નિકાસ કરવાની સાથે સાથે વ્યાપારિક સંબંધો પણ ખૂબ જ વધશે અને તેનો સીધો ફાયદો રાષ્ટ્રની સાથે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતને ચોક્કસ મળી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details