- કેશોદમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી
- સોશિયલ ડિસ્ટન્સનો સાથે યોગા કરી ઉજવણી કરાઈ
- અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે
જૂનાગઢમાં આસ્થા દિવ્યાંગ સંસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્વ દિવ્યાંગ દિવસ ઊજવાયો
જૂનાગઢઃ કેશોદના માંગરોળ રોડ કરેણિયા બાપાના મંદિર સામે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ સંસ્થા આવેલી છે. અહીં 58 દિવ્યાંગો રહે છે. આ સંસ્થા દ્વારા તમામ તહેવારોની ઉજવણીનો આનંદ દિવ્યાંગો માણે છે. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી. સંસ્થાના સ્ટાફ દ્વારા દિવ્યાંગોને યોગા કરાવવામાં આવ્યા હતા. આ સાથે કોરોના અંગે જાગૃતિનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં આસ્થા દિવ્યાંગ સંસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્વ દિવ્યાંગ દિવસ ઊજવાયો કોરોના અંગે માહિતગાર કરવામાં આવ્યા આસ્થા દિવ્યાંગ સંસ્થામાં રહેતા દિવ્યાંગોમાં રહેલી સુસુક્ત શક્તિને બહાર લાવવા સંસ્થા દ્વારા અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી નિમિત્તે દિવ્યાંગોએ યોગ કરવા સાથે કોરોના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે, ત્યારે દિવ્યાંગો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. દિવ્યાંગો હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હોય તો અન્ય લોકોએ પણ તેમાંથી શિખ લેવી જોઈએ.