ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે વિશેષ સર્જનાત્મક દિવસની ઉજવણી - latest news of lockdown

21 એપ્રિલ, મંગળવારે વિશ્વમાં ક્રિએટિવિટી એટલે કે, વિશેષ સર્જનાત્મક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસને લોકોમાં પડેલી સુસુપ્ત અને સર્જનાત્મકતાને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વ આજે સર્જનાત્મક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જૂનાગઢના કેટલાક લોકો માસ્ક બનાવવાની કળાને હસ્તગત કરીને આજના ક્રિએટિવિટી દિવસની ઉજવણી કરી રહ્યા છે.

આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે વિશેષ સર્જનાત્મક દિવસની ઉજવણી થશે
આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે વિશેષ સર્જનાત્મક દિવસની ઉજવણી થશે

By

Published : Apr 21, 2020, 8:52 AM IST

Updated : Apr 26, 2020, 4:06 PM IST

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં ક્રિએટિવિટી એટલે કે, દરેક વ્યક્તિમાં પડેલી સુસુપ્ત કળાઓ અને કેટલીક જાણી કે અજાણી સર્જનશીલતાને બહાર લાવવા માટે 21 એપ્રિલે ઉજવણી કરવાની શરૂઆત થઇ હશે. સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિમાં કોઈ વિશેષ કળા કે સર્જનશીલતા ચોક્કસ સમાયેલી હોય છે. પરંતુ તેને બહાર લાવવા માટે કોઇ વિશેષ વ્યવસ્થા કે દિવસની જરૂર પડતી આવી છે, ત્યારે લોકોમાં પડેલી કેટલીક જાણી-અજાણી કળાઓ અને સર્જનશીલતા ને આજના દિવસે બહાર લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડી રહ્યો છે.

આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે વિશેષ સર્જનાત્મક દિવસની ઉજવણી થશે

આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર અને દુનિયામાં કોરોના વાઈરસ મહામારી બનીને સામે આવી રહ્યો છે, ત્યારે આ મહામારીમાંથી બચવાનો એક ઉપાય એટલે મોઢા પર માસ્ક બાંધવો.

સામાન્ય સંજોગોમાં અત્યાર સુધી માસ્ક માત્ર ડોક્ટરો અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ તેમજ કેટલીક કેમિકલ્સ ફેક્ટરી કેમિકલ અને ખનીજ તેલને રિફાઇન્ડ કરતી રિફાઇનરી અને લેબોરેટરીમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીને લઈને હવે દરેક વ્યક્તિના મોં પર માસ્ક અચૂક અને ફરજિયાત જોવા મળે છે. આ માસ્ક અત્યાર સુધી કંપનીઓમાં અને કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ બનાવતી હતી. પરંતુ વૈશ્વિક મહામારીમાં હવે આ માસ્ક ઘરે-ઘરે બનવા લાગ્યા છે.

સામાન્ય સંજોગોમાં વૈશ્વિક મહામારી સામે લડવા ભારત જેવા દેશમાં માસ્ક સૌથી વધારે સુલભ અને દરેક વ્યક્તિ ખરીદી શકે તે પ્રકારની વ્યવસ્થા છે, ત્યારે આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે કે, સર્જનાત્મક દિવસે જૂનાગઢના કેટલાક લોકો પોતાની સર્જનશક્તિ અને તેનામાં રહેલી કળાઓને હસ્તગત કરીને માસ્ક બનાવવાનું કામ કરી રહી છે. જેના થકી આજે તમામને રોજગારી પણ મળી રહી છે સાથે જ કોરોના વાઇરસ જેવી મહામારી અને આપત્તિના સમયે લોકોની સર્જનશીલતા માસ્ક બનાવવા બહાર આવી રહી છે.

Last Updated : Apr 26, 2020, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details