- વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર
- કોરોનાકાળમાં ખેડૂતોને પાક ધિરાણના નવાજૂની ઓનલાઇન કરવા કરી રજૂઆત
- ગત વર્ષના ઓનલાઈન ડેટાને ધ્યાને લઈને આ વર્ષના પાક ધિરાણમાં નવાજૂની કરવા રજૂઆત
વિસાવદર: ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખીને ખેડૂતોને આપવામાં આવતા પાક ધિરાણની નવાજૂની ઓનલાઈન કરવાની માગ કરી છે. સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ગત વર્ષના પાક ધિરાણની વિગતો, પાક વીમો અને પ્રીમિયમ સહિતની તમામ સરકારી કામગીરી ઓનલાઇન કરવાની માગ કરાઈ છે. રિબડીયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સતત વધી રહેલું કોરોના સંક્રમણ ખેડૂતોને પાક ધિરાણ સહિત અન્ય કામગીરી માટે બેન્ક સહકારી મંડળી કે ઈ-ધરા કેન્દ્રમાં બોલાવવા ખૂબ જ ખતરારૂપ બની શકે છે.