- જૂનાગઢ મનપામાં સ્નેહમિલન કાર્યક્રમનું કરાયું આયોજન
- મેયર, કમિશનર સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓએ આપી હાજરી
- તમામ કર્મચારીઓ ખંતથી કામ કરીને જૂનાગઢને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડે તેવી કમિશનરે આપી શુભકામનાઓ
જૂનાગઢ: વિક્રમ સંવત 2077 નવા વર્ષના શુભારંભ નિમિત્તે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કર્મચારીઓ, અધિકારીઓ પદાધિકારીઓએ હાજરી આપીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
જૂનાગઢ મનપાના કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મ્યુનિસિપલ કમિશનરને તમામ કર્મચારીઓનો આભાર માનીને નવા વર્ષના જૂનાગઢના જે વિકાસ કામોને લઈને કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરવામાં આવનાર છે તેમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ખંતપૂર્વક કામ કરીને જૂનાગઢને ફરી એક વખત વિકાસના પંથ પર આગળ ધપાવે તેવી શુભાશિષ સાથે નવા વર્ષના સૌને સાલ મુબારક કર્યા હતા.
જૂનાગઢના વિકાસ કાર્યોમાં કર્મચારીઓ, કોર્પોરેટર સહિત તમામ અધિકારીઓનો છે સિંહફાળો
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ વિકાસના કામોની જે હરણફાળ જોવા મળે છે તે પાછલા વર્ષોમાં ક્યારેય જોવા મળી ન હતી. ફિલ્ટરવાળું પીવાનું ચોખ્ખું પાણી હોય કે સ્વચ્છતાનો વિષય, તમામ લોકોને સ્પર્શતા મુદ્દાઓને લઈને કોર્પોરેશનના કર્મચારીઓએ જે ખંતથી કામ કર્યું છે તેમાં ગત વર્ષે ખૂબ જ મોટી સફળતા મળી હતી.
જૂનાગઢ મનપાના કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ જ પ્રકારની સફળતા આવનારા વર્ષમાં પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળે તે માટે તમામ કર્મચારીઓ પૂરી મહેનતથી કામ કરી રહ્યા છે અને આવતા વર્ષે પણ આ જ મહેનતથી કામ કરશે તો જૂનાગઢને વિકાસના પંથ પર લઈ જવા માટે ખૂબ જ સરળતા રહેશે તેવા વિશ્વાસ સાથે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને નવા વર્ષના સાલમુબારક કર્યા હતા.
જૂનાગઢ મનપાના કર્મચારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો