ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના માંગરોળ તાલુકામાં પાક સર્વેની કામગીરી કરાઈ શરૂ - Latest news of Junagadh

જૂનાગઢ: માંગરોળ તાલુકામાં પાક નિષ્ફળ જવાથી ખેડુતોએ અવાર નવાર તંત્રને લેખીત તેમજ મૌખીક રજુઆતો કરાઇ હતી ત્યારે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે.

Work on crop survey started in Mangrol taluka of Junagadh

By

Published : Oct 20, 2019, 3:42 AM IST

જૂનાગઢના માંગરોળમાં જે ખેતરની ઓનલાઇન નોધણી કરાઈ છે તે ખેતરનો પ્લોટ એરીયો માપણી કરીને ગામના સરપંચ તેમજ આગેવાનો અને ખેડુતોને સાથે રાખી સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં બેંકના કર્મચારી વિમા કંપનીના કર્મચારી તેમજ ગ્રામસેવક અને તાલુકા પંચાયતના કર્મચારી સહીતની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે.

જૂનાગઢના માંગરોળ તાલુકામાં પાક સર્વેની કામગીરી કરાઈ શરૂ

ખાસ કરીને ઘેડ પંથકના હજુ અમુક ખેતરો સુકાયા ન હોવાથી ઘેડ પંથકની સર્વેની કામગીરી મોડી થાય તેવું જાણવા મળી રહ્યું છે. માગરોળ તાલુકામાં કુલ આશરે ૨૦ પ્લોટ એટલે કે ખેતરોના પાકના નમુના લેવાશે જેમાં આશરે ૧૦ જેટલામાં સર્વે પુરૂં કરાયું છે. જે હાલ ૧૦ જેટલા પ્લોટોનૂં સર્વે બાકી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details