નરસિંહ મહેતા સરોવરમાં આવેલી જળકુંભીને દૂર કરવા મનપા દ્વારા કામગીરી હાથ ધરાઈ - જળકુંભીની દુર કરવાની કામગીરી શરૂ
જિલ્લાની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં જળકુંભીને દૂર કરતું જૂનાગઢ મનપા તંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભ જળ માટે આશીર્વાદ સમાન નરસિંહ મહેતા સરોવર ચોમાસા દરમિયાન શહેરની સુંદરતા માટે પણ મહત્વનું છે, ત્યારે અચાનક આવી ગયેલી જળકુંભીને દૂર કરવામાં આવી રહી છે.
નરસિંહ મહેતા સરોવરમાં આવેલી જળકુંભીને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
જૂનાગઢ : શહેરની મધ્યમાં આવેલું અને ભૂગર્ભજળ માટે અતિ મહત્વનું ગણાતું નરસિંહ મહેતા સરોવરમાં અચાનક જળકુંભી જોવા મળી હતી, ત્યારે જૂનાગઢ મનપા દ્વારા જળકુંભીને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોમાસાનો વરસાદ આવી રહ્યો છે, ત્યારે શહેરની સુંદરતા અને ભૂગર્ભજળ માટે અતિ મહત્વનું નરસિંહ મહેતા તળાવ જળકુંભી આવવાને કારણે ખરાબ જોવા મળતું હતું. જેને ધ્યાને રાખીને તળાવમાંથી જળકુંભીને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.