ગુજરાત

gujarat

ETV Bharat / state

શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ - જૂનાગઢનો મેળો

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પ્રવાસીઓ માટે રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે, ગિરનારમાં આવેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે પણ અઠવાડિયા સુધી તમામ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય તેના સંચાલકોએ કર્યો છે.

શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ
શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ

By

Published : Mar 6, 2021, 2:27 PM IST

  • એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે આગામી 12 તારીખ સુધી રહેશે બંધ
  • પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય તેના સંચાલકોએ કર્યો
  • રાજ્ય સરકારે મહાશિવરાત્રીના મેળાને રદ કરવાનો નિર્ણય કર્યો

જૂનાગઢ: કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પ્રવાસીઓ માટે રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે, ગિરનારમાં આવેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે પણ અઠવાડિયા સુધી તમામ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય તેના સંચાલકોએ કર્યો છે.

શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ

વાંચો:આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક

મહાશિવરાત્રીના મેળાને રદ્દ કરાયો

વર્ષોથી મહાશિવરાત્રીનો મેળો ગિરનારની ગીરી તળેટીમાં યોજાતા આવ્યો છે. વર્ષો બાદ, મેળો આ વર્ષે કોરોના સંક્રમણને કારણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે, જૂનાગઢમાં આવેલો એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પણ નિર્માણ થયા બાદ પ્રથમ વખત બંધ રહેશે. આગામી 6થી 12 તારીખ સુધી ગિરનાર રોપ-વેએ તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે. સરકારે જે પ્રકારે મહાશિવરાત્રીના મેળાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ગિરનાર રોપ-વે પણ સરકારના આ નિર્ણય સાથે જોવા મળશે અને તેના સંચાલકોએ પણ સરકારના નિર્ણયમાં પોતાની સહમતિ દર્શાવીને રોપ-વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details