ગુજરાત

gujarat

By

Published : Jun 9, 2023, 1:35 PM IST

Updated : Jun 9, 2023, 2:35 PM IST

ETV Bharat / state

Marine 11 Signal Information : દરિયાઈ તોફાન દરમિયાન લગાવવામાં આવતા 11 સિગ્નલો શેનો કરે છે દિશાનિર્દેશ?

ચોમાસા અને ખાસ કરીને દરિયાઈ તોફાન અને ચક્રવાતની સ્થિતિમાં અમુક ખાસ સિગ્નલોનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં લોકો અને માછીમારો તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકો સુરક્ષિત અને સલામત સ્થળે ખસી જાય તે માટે ભયજનક 11 જેટલા સિગ્નલો લગાવવામાં આવતા હોય છે.

what-the-11-signals-used-during-a-sea-storm-do-use-of-certain-special-signals-in-cyclonic-conditions
what-the-11-signals-used-during-a-sea-storm-do-use-of-certain-special-signals-in-cyclonic-conditions

ચક્રવાતની સ્થિતિમાં અમુક ખાસ સિગ્નલોનો ઉપયોગ થાય

જૂનાગઢ:ચોમાસા દરમિયાન અને ખાસ કરીને વરસાદી માહોલની વચ્ચે દરિયામાં આવતા તોફાન અને ચક્રાવાતની લોકોને જાણકારી અને સૂચના મળી શકે તે માટે 11 જેટલા ભયજનક સિગ્નલો લગાવવાની પરંપરા ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. 01 થી લઈને 11 નંબર સુધીના સિગ્નલો દરિયામાં ચાલી રહેલા વાવાઝોડા કે ચક્રાવાતથી થનાર નુકસાન તેમજ ચક્રાવાત અને વાવાઝોડું દરિયાઈ વિસ્તારમાં ત્રાટકી શકે છે તેની માહિતી લોકોને મળી રહે તે માટે સિગ્નલ વ્યવસ્થા કરવામાં આવી છે.

11 સિગ્નલો શેનો કરે છે દિશાનિર્દેશ?

સિગ્નલનું મહત્વ:એક નંબરનું સિગ્નલ પવન તોફાની બનશે અથવા તો દરિયાઈ સપાટી પર પવનનું વેગ જોવા મળશે જેમાંથી વાવાઝોડાનું નિર્માણ સંભવ બની શકે છે. બે નંબરનું સિગ્નલ વાવાઝોડું બની ગયું છે તેનો દિશાનિર્દેશ કરે છે. આ સિગ્નલ દરમિયાન બંદર પર લંગારવામાં આવેલા જહાજોને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે. ત્રણ નંબરનું સિગ્નલ અતિ તીવ્ર પવનને કારણે સમગ્ર બંદર ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું છે તેવું સૂચન કરે છે. સિગ્નલ નંબર 4 નાનું અથવા તો સાધારણ કક્ષાનું વાવાઝોડું બંદરની દક્ષિણ દિશા તરફથી કિનારાઓને ઓળંગવાની શક્યતાઓ છે જેથી બંદરમાં ભારે તોફાની પવનો સામનો કરવો પડી શકે છે તેની સૂચનાઓ આપે છે.

ભયજનક સિગ્નલ:પાંચ નંબરનું સિગ્નલ વાવાઝોડાને કારણે બંદર ભયમાં આવી ચૂક્યું છે તેવો ઇશારો કરે છે પરંતુ વાવાઝોડાનું સંકટ હજુ ખૂબ જ ગંભીર માનવામાં આવતું નથી. જેથી સાવચેતીના કડક પગલાં માટે પાંચ નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. છ નંબરનું સિગ્નલ વાવાઝોડું બંદરની ઉત્તર દિશાના કિનારાઓને ઓળંગવાની શક્યતાઓ દર્શાવે છે જેને કારણે સમગ્ર બંદર વિસ્તારમાં વાવાઝોડાથી અતિ ભારે પવનનો સામનો કરવો પડી શકે છે તેનું સૂચન કરે છે. સાત નંબરનું સિગ્નલ થોડા અથવા તો સાધારણ તીવ્રતા વાળું વાવાઝોડું બંદરની એકદમ નજીકથી પસાર થવાની શક્યતાઓ દર્શાવે છે જેને કારણે બંદર પર ભારે તોફાનની સ્થિતિ ઉભી થશે તેવી ચેતવણી આપે છે.

અન્ય સિગ્નલો ખૂબ જ ભયજનક:આઠ નંબરનું સિગ્નલ બંદર પર મહાભયની નિશાની સૂચવે છે. ખૂબ જ તીવ્રતા વાળું વાવાઝોડું બંદરની દક્ષિણ કિનારેથી પસાર થવાની શક્યતાઓ દર્શાવે છે. જેને કારણે સમગ્ર બંદર વિસ્તાર એકદમ વાવાઝોડામાં સમાવિષ્ટ થઈ શકે છે તેની ચેતવણી આપે છે. નવ નંબરનું સિગ્નલ ખૂબ જ તીવ્રતા વાળું વાવાઝોડું બંદરના દક્ષિણ કિનારેથી પસાર થવાની શક્યતા છે. જેને કારણે બંદરમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાનીની ચેતવણી આપે છે. 10 નંબરનું સિગ્નલ ભારે અતિ તીવ્રતા વાળું વાવાઝોડું બંદર નજીકથી અથવા તો બંદર પરથી પસાર થઈને જવાની શક્યતાઓ વ્યક્ત થઇ છે. 10 નંબરના સિગ્નલ સ્પષ્ટ ઈસારો કરે છે કે વાવાઝોડું જે તે બંદર પર ત્રાટકી ચૂક્યું છે જેને કારણે તેની ભયાનકતા અને વિનાશકતા સૌથી વધારે અસરો જોવા મળી શકે છે. 11 નંબરનુ સિગ્નલ અતિ તીવ્ર વાવાઝોડું ખૂબ જ પ્રચંડ વેગથી સીધું પસાર થશે જેને કારણે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પડી ભાંગશે જેને ખાના ખરાબી વાળા વાવાઝોડા સાથે પણ સરખાવી શકાય.

  1. Cyclone Biparjoy : આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચવાની શક્યતા
  2. Cyclone Biparjoy : અમરેલીમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ શરુ
Last Updated : Jun 9, 2023, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details