ગુજરાત

gujarat

ETV Bharat / state

માણાવદર વિધાનસભાના મતદારોનો શું છે મૂડ? જૂઓ વીડિયો - Loksabha Election

જૂનાગઢ: લોકસભાની ચૂંટણીની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં આગામી 23 એપ્રિલ 2019ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે જાણીએ કે માણાવદર વિધાનસભા મતદારોનો શું છે મૂડ...

માણાવદર વિધાનસભા બેઠક

By

Published : Apr 12, 2019, 10:59 AM IST

સમગ્ર દેશમાં લોકશાહીના પર્વની ઉજવણી એટલે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વિવિધ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે, ત્યારે ગઇકાલે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. ત્યારે Etv Bharat દ્વારા માણાવદર વિધાનસભા બેઠક પર સ્થાનીકોનું મુડ જાણ્યું હતું. Etv Bharat એ લોકોની પ્રાથમીક જરૂરિયાતો વિશે જાણાવનો પ્રયત્ન કર્યો હતો.જેમા માર્ગ, મકાન, પાણી તથા સરકારી યોજનાઓનું સમાવેશ થાય છે.

માણાવદર વિધાનસભા બેઠક

આપને જણાવી દઇએ કે આ માણાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણી તો પોરબંદર પરથી લલીતભાઇ વસોયા છે. ત્યારે આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક અને જવાહર ચાવડા છે. અંહીના બાલોટ ગામના સ્થાનિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ભાજપે અહીં વિકાસલક્ષી કાર્યો કર્યા છે. લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો છે. સરકારની યોજનાઓ તથા નર્મદાના નીરનું પણ અમારા ગામમાં લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે વિકાસલક્ષી સરકારને મત આપી તેમને દેશની અંદર માદી સરકારને દિલ્હીમાં બેસાડવા અપિલ કરી હતી.

ત્યારે પોરંબદર બેઠકના સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ સરકારમાં વિકાસના ગણા કાર્યો થયા છે ત્યારે જ્ સરકાર પોરબંદરમાં વિકાસનું કાર્. કરે તેવી સરકારને મત આપવા અપિલ કરી હતી. વિરાસલક્ષી કાર્ય વિશે તેમણે જણાવ્યું કે અમારા ત્યા રોડની સમસ્યાનો નિવાર્ણ આવ્યો છે તો સ્વાસ્થય માટે સરાકર દ્વારા ચાલુ કરવામાં આવેલી 108ની સુવિધાનું પણ ગામના લોકોને લાભ મળે છે. તો દર્દીઓને હોસ્પિટલ ખાતે હેલ્થ કાર્ટ પણ આપવામાં આવ્યા છે. તો મહિલાઓ માટે ચાલું કરેલી માં અમૃત્મ યોજના તે સરકાની સૌથી મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે જેનો લાભ અમારા ગામના તમામ લોકોને મળે છે. તો તમણે વૃદ્ધ વર્ગની વાત કરતા જણાવ્યું કે અમારા ત્યા તમામ વૃદ્ધોને પેન્શન યોજનાનો લાભ મળી રહે છે, અને તેમાં પણ સરકારે પેન્શનની અંદર વધારો કર્યો છે તેથી અમે આ વિરાસશીલ સરકારના કાર્યો થી ખુશ છીએ. તેઓએ વધુમાં કહ્યું કે જે સરકાર દેશ માટે કામ કરે, છેવાડાના માનવી માટે કાર્યો કરે તેવી સરકારને મત આપવા વિંનતી કરી હતી.

તો વંથલી તાલુકાના સ્થાનીક લોકોએ ચૂંટણી વિશે વાત કરતા કહ્યું કે જે પણ સરકાર આવે તે દેશ થતા રાજ્યમાં વિકાસ કરે તેવી સરકાર અમે ઇચ્છીએ છીએ. જે લોકો માદી સરકાર વિશે જૂઠાણું ફેલાવી રહ્યા છે તેનો જવાબ આપવા માટે લોકો એ મત કરી તેનો વળતો જવાબ આપવો જોઇએ. વિકાસના કાર્યો વિશે તેમણે કહ્યું કે વિરાસના કાર્યો તો થયા છે પરચું ફક્ત કાગળ ઉપર જ કરવામાં આવ્યા છે. કામો પૂર્ણ નથી કર્યા ફક્ત શિલાન્યાસ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details