ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢનો જીવાદોરી સમાન વેલિંગ્ડન ડેમ બીજી વખત ઓવરફ્લો

જૂનાગઢ: ભારે વરસાદને કારણે જૂનાગઢનો જીવાદોરી સમાન વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસા દરમિયાન આ ડેમ બીજી વખત ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓ ખુશખુશાલ થયા છે. કુદરતની કૃપા દ્રષ્ટિથી ઓવરફ્લો થયેલા ડેમના નયન રમ્ય દ્રશ્યોનું સર્જન થયું છે.

Junagadh

By

Published : Aug 10, 2019, 2:34 PM IST

Updated : Aug 10, 2019, 2:41 PM IST

ગિરનાર અને દાતારની પર્વતમાળાઓમાં થયેલા ભારે વરસાદને પગલે જૂનાગઢનો જીવાદોરી સમાન વેલિંગ્ડન ડેમ આજે બીજી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે. જેને કારણે ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. અને ડેમના નીચેના વિસ્તારમાં આવેલી સોનરખ નદીમાં પણ ઘોડાપૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢનો જીવાદોરી સમાન વેલિંગ્ટન ડેમ બીજી વખત ઓવરફ્લો

ઓવરફલો ડેમને જોવા માટે જૂનાગઢવાસીઓ પણ ભારે ઉત્સુક જોવા મળ્યા હતા. જે પ્રમાણે ડેમમાંથી પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. તેને લઈને સૌ કોઈ કુદરતની આ કૃપાદ્રષ્ટિ સામે આભાર વ્યક્ત કરતા હોય તેવો નજારો આજે ડેમ પર જોવા મળ્યો હતો. જે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ ડેમમાંથી સોનરખ નદીમાં ઠલવાઇ રહ્યો હતો. તેના નયનરમ્ય દ્રશ્યો જૂનાગઢવાસીઓના નસીબમાં આજે સાંપડ્યા હતા.

Last Updated : Aug 10, 2019, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details