ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદથી જૂનાગઢનો વેલિગ્ડન ડેમ ઓવલફ્લો - ગિરનાર

જૂનાગઢ : શહેરમાં આવેલો ગિરનાર અને દાતારની પર્વત માળાઓમાં છેલ્લા 48 કલાક થી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જૂનાગઢનો વેલિગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા લીલી વનરાઈઓની વચ્ચે અદભુત દ્રશ્યો સર્જાયા હતા. કુદરતનો આ નજારો માણવા લોકો ઉમટ્યા હતા.

etv Bharat junagadh

By

Published : Aug 6, 2019, 5:05 PM IST

ગિરનાર અને દાતારની પર્વત માળાઓમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નવાબીકાળમાં બનાવવામાં આવેલો વેલિગ્ડન ડેમ સતત બે દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગિરનાર તેમજ દાતારની પર્વતમાળાઓમાં વરસી રહેલો વરસાદ જૂનાગઢ માટે સોના સમો લાગી રહ્યો છે. વરસાદને પગલે જૂનાગઢવાસીઓને જીવાદોરી સમાન આ વેલિંગડન ડેમ આજે છેલ્લા 48 કલાકથી છલોકાય રહ્યો છે. જૂનાગઢવાસીઓને એક વર્ષની પાણીની જરૂરિયાત માત્ર 48 કલાકમાં જ વરસાદે પુર્ણ કરી છે.

જૂનાગઢનો વેલિગ્ડન ડેમ ઓવલફ્લો

ગિરનાર અને દાતારની પર્વતમાળાઓ વચ્ચે નવાબીકાળમાં નિર્માણ પામેલો વેલિગ્ડન ડેમ કુદરતી સૌંદર્યનો પણ એક ખજાનો છે. ચોમાસા દરમ્યાન અહીં લીલી વનરાઈઓ જાણે કે, કુદરતનું આલિંગન આપવા માટે થનગની રહી હોય તેવો અહેસાસ લોકોને થાય છે. એક તરફ કુદરતનું હેત પાણીના સ્વરૂપમાં ડેમમાંથી ખડખડ રીતે છલકાઈ રહ્યું છે. તો બીજી તરફ લીલી વનરાઈઓ પણ જાણે કે તેમાં સોનામાં સુગંધ ભેળવવા માટે આવી હોય તેવો ખૂબ જ આહલાદક નજારો જૂનાગઢમાં કુદરતે ઊભો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details