સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીર પંથકના જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પવન સાથે વરસાદ પડતાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ આગામી અઠવાડિયા સુધી જળવાઈ રહે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી રવિવારથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સતત અને નિયમિત રીતે વરસી રહેલા વરસાદને કારણે ખેલૈયાઓમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.
વરસાદ બની શકે છે વેરી, ખેલૈયાઓ માટે સર્જાઈ શકે છે મુશ્કેલી - ખેલૈયાઓ
જૂનાગઢઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ નવરાત્રીના તહેવારમાં પણ વરસી શકે છે, જેને કારણે લાંબા સમયથી રાહ જોઇને બેઠેલા ખેલૈયાઓની મજા થોડી કરકરી બનવાની શક્યતાઓ છે.
વરસાદ બની શકે છે વેરી, ખેલૈયાઓ માટે સર્જાઈ શકે છે મુશ્કેલી
છેલ્લા એક વર્ષથી ખેલૈયાઓ જે નવરાત્રીની રાહ જોઈ રહ્યા હતા તેને હવે બે દિવસની વાર છે, ત્યારે સતત વરસી રહેલો વરસાદ ખેલૈયાઓની ગરબે ઘૂમવાની મહેચ્છા થોડે ઘણે અંશે કરકરી બનાવી શકે તેવું વરસાદી વાતાવરણ અને જોતા લાગી રહ્યું છે.