ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં મૂશળધાર વરસાદને પગલે રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી

જૂનાગઢઃ શુક્રવાર રાતથી જૂનાગઢમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો તેને લઈને સમગ્ર જૂનાગઢ પાણી-પાણી થઇ ગયું છે. શનિવારે વહેલી સવારથી જ ફરી એક વખત મૂશળધાર વરસાદ વરસતા શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

જૂનાગઢમાં મૂશળધાર વરસાદ

By

Published : Aug 11, 2019, 4:01 AM IST

છેલ્લા 48 કલાકથી જૂનાગઢમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. મુશળધાર વરસાદને પગલે જૂનાગઢના રાજ માર્ગો પર વરસાદી પાણી ફરી રહ્યા હતા. સમગ્ર જૂનાગઢ શહેર એક તળાવના રૂપમાં બની ગયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. શહેરનો એક પણ માર્ગ બાકી નહિ હોય કે જ્યાં પાણી જોવા મળ્યા ન હોય ચોમાસામાં આ પ્રથમ વરસાદ એવો છે કે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરની સાથે ગિરનાર અને ત્યાં આવેલા તમામ નદી-નાળાઓમાં ભારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે કે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા જૂનાગઢ શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યા છે.

જૂનાગઢમાં મૂશળધાર વરસાદ

ABOUT THE AUTHOR

...view details