ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: ઘેડ વિસ્તારમાં વરસાદ બંધ, હજી પણ વરસાદી પાણી - farmers in gujarat

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ વિવિધ વિસ્તારનો ડેમ અને નદીઓ ઓવરફ્લો થઇ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદર, બાટવા, વિસ્તારના ઘેડ પંથકમાં વરસાદ બંધા થયાને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. પરંતુ સમગ્ર પંથક વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. આ વરસાદી પાણીની નીચે ખેડૂતની મહામૂલી ખેતીલાયક જમીન ધરબાયેલી જોઈને જગતનો તાત ચિંતાતુર છે. રાજ્ય સરકાર યોજના બનાવવાના કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખીને જગતના તાતને વિપરીત પરિસ્થિતિમાં એકલો અટૂલો મુક્યો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

water
ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી

By

Published : Sep 4, 2020, 11:04 PM IST

જૂનાગઢ: જિલ્લાના કેશોદ વંથલી માંગરોળ માણાવદર, બાટવા, વિસ્તારના ઘેડ પંથકમાં વરસાદ બંધા થયાને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. પરંતુ સમગ્ર પંથક વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. જેથી જગતનો તાત ચિંતામાં છે.

ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી

જૂનાગઢ જિલ્લાના માણાવદર, બાટવા, કેશોદ, વંથલી, માંગરોળ તાલુકાનો ઘેડ વિસ્તારમાં વરસાદ બંધ થયાને એક અઠવાડિયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. આ પાણીથી જગતનો તાત હવે આકુળ વ્યાકુળની સાથે ચિંતાગ્રસ્ત બન્યો છે. વરસાદી પાણીની નીચે તેની ખેતીલાયક હજારો એકર જમીન દબાયેલી છે. પાણી ક્યારે ઉતરશે અને પાણી ઉતર્યા બાદ ખેતીલાયક જમીન હશે કે, કેમ તેની ચિંતા જગતના તાતને થઇ રહી છે.

ETV ભારત પુરગ્રસ્ત ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં જ્યાં નજર પડે, ત્યાં વરસાદી અને પૂરનું પાણી જોવા મળી રહ્યું છે. 15 દિવસ પહેલા ચોમાસુ પાક ખિલખિલાટ કરતો લહેરાઈ રહ્યો હતો, ત્યાં હવે કહેર રૂપી પડેલા વરસાદનું પાણી જોવા મળી રહ્યું છે.

ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી

ખેડૂતોને પાક બગડી જવાની ચિંતા છે. મહામુલી જમીન પુર અને વરસાદી પાણીમાં ભરાયા છે. જેને લઈને જગતનો તાત પોતાની જાતને અસહાય મહેસૂસ કરી રહ્યો છે. બીજી તરફ રાજ્યની સરકાર અને કૃષિ વિભાગ યોજનાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ વિપરીત પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને કૃષિ વિભાગે જગતના તાતને પડખે રહેવાના સમયમાં તેને સહાય છોડીને માત્ર યોજના બનાવવામાં કામમાં પોતાની જાતને જોતરી દીધી છે એને લઈને ઘેડ પંથકનો ખેડૂત ભારોભાર ચિંતા વ્યક્ત કરી રહ્યો છે.

ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી

ABOUT THE AUTHOR

...view details