ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતનો 'તાજમહેલ', જૂનાગઢનો મહોબત મકબરો

નવાબ મહોબતખાન બીજાની કબર પર બાંધવામાં આવેલો બેનમૂન મહોબત મકબરો. આ મકબરાનું બાંધકામ જૂનાગઢની સાથે હૈદરાબાદ, લખનઉ અને ફ્રેન્ચ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મકબરાની બારી અને દરવાજાનું બાંધકામ 4 શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મહોબત મકબરો સ્થાપત્યનો મનોહર નજારો પૂરો પાડે છે.

etv bharat
etv bharat

By

Published : Mar 4, 2020, 4:31 PM IST

Updated : Mar 4, 2020, 4:51 PM IST

જૂનાગઢ : વર્ષ 1872માં બનાવવામાં આવેલો આ મકબરો 19મી સદીના ઉત્તરાર્ધનું સ્થાપત્ય હોવાનું માનવામાં આવે છે. મકબરામાં બનાવામાં આવેલી બારીઓ આજે પણ ફ્રેન્ચ વિન્ડો તરીકે ઓળખાય છે. તો દરવાજા અને બારીઓ પરના સ્તભમાં આજે પણ યુરોપિયન ગોથિક સ્થાપત્યના દર્શન કરી શકાય છે. મકબરો ઇસ્લામિક, પશ્ચિમી અને હિન્દુ સ્થાપત્યનું મિશ્રણ છે. જેમાં જે તે સમયના સ્થાપત્યને સ્થાન આપીને એક અનોખા બાંધકામનો ઓપ આપવામાં આવ્યો છે.

જૂનાગઢનો મહોબત મકબરો

જૂનાગઢના નવાબ મહોબતખાનની કબર પર બાંધવામાં આવેલો બેનમૂન મકબરો. આ મકબરાનું બાંધકામ જૂનાગઢની સાથે હૈદરાબાદ અને ફ્રેન્ચ શૈલીમાં બનાવવામાં આવેલા બારી અને દરવાજા એક સાથે ચાર શૈલીના બાંધકામ અને સ્થાપત્યનો મનોહર નજારો અહીં આવતા યાત્રિકોને પૂરો પાડી રહ્યો છે. જૂનાગઢને નવાબોના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં આજે પણ નવાબી કાળની યાદ અપાવી જાય તેવા અનેક પ્રાચીન સ્થાપત્યો આજે પણ જોવા મળે છે. જેમાંનો એક એટલે જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાની કબર પર બાંધવામાં આવેલો મહોબત મકબરો. આ મકબરાના બાંધકામમાં જૂનાગઢની સાથે લખનવી ફ્રેન્ચ જૂનાગઢ અને હિન્દુ સ્થાપત્યની સાથે હૈદરાબાદના ઇસ્લામિ સ્થાપત્યના બેનમૂનનો નજારો બાંધકામ જોવા મળે છે.

તેથી જ આ મકબરાને જોવા માટે આજે પણ દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. વર્ષ 1872માં મકબરાને બનાવવામાં આવ્યો હતો. આ મકબરો 19મી સદીના ઉત્તરાર્ધનું સ્થાપત્ય હોવાનું માનવામાં આવે છે. મકબરામાં બનાવવામાં આવેલી બારીઓ આજે પણ ફ્રેન્ચ વિન્ડો તરીકે ઓળખાય છે. તો દરવાજા અને બારીઓ પરના સ્તંભ આજે પણ યુરોપિયન ગોથિક સ્થાપત્યના દર્શન કરાવી જાય છે.

મકબરો ઈસ્લામિક પશ્ચિમી અને હિન્દુ સ્થાપત્યનો બેનમૂન મિશ્રણના રૂપમાં જોવા મળે છે. જેમાં જે તે સમયના સ્થાપત્યને સ્થાન આપીને એક અનોખા બાંધકામને આખરી ઓપ આપવામાં આવ્યો હોય તેવું આજે આપણે ચોક્કસ પણે કહી શકીએ. વર્ષ 1872માં બાંધવામાં આવેલો મહોબત મકબરો છેલ્લા ઘણા વર્ષોથી ખોલવામાં આવ્યો નથી. જેને લીધે અહીં આવતા પર્યટકો પણ બહારથી જ મકબરાને જોઈને તેની ભવ્યતાની અનુભૂતિ કરી રહ્યા છે, પરંતુ મકબરાની અંદરથી જવાની તેમની ઇચ્છા અપરીપૂર્ણ રહેતાં થોડે ઘણે અંશે નિરાશ થઈને પરત ફરે છે.

આ સ્થાપત્યની જાળવણી કરવાની જવાબદારી રાજ્યના પુરાતત્વ વિભાગની છે, પરંતુ આ વિભાગ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તે પ્રકારે આ બેનમુન સ્થાપત્યની જાળવણી પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યું છે. જેના કારણે એક સાથે ચાર શૈલીના સ્થાપત્યના દર્શન કરાવતો આ મહોબત મકબરો સમયનો માર ખાઈને આજે જીર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. આ ઐતિહાસિક ઇમારતને બચાવવા માટે જૂનાગઢના લોકો માગ કરી રહ્યા છે.

Last Updated : Mar 4, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details